Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી વિલ્મરે ઇતિહાસ રચ્યો, લિસ્ટિંગના 3 મહિનામાં ₹1 લાખ કરોડની કમાણી

હાલ આ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં લિસ્ટિંગના ત્રણ મહિનામાં આ ખાદ્ય તેલ ઉત્પાદકનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ આજે સવારના ટ્રેડિંગમાં અદાણી વિલ્મરનો શેર 5%ની ઉપલી સર્કિટને અથડાયો હતો અને કંપનીનો શેર રૂ. 800ને પાર કરી ગયો હતો. આ સાથે અદાણી વિલ્મરનું માર્કેટ કેપ ₹1.04 લાખ કરોડ થઈ ગયું. આ અદભૂત વૃદ્ધિ સાથે, અદાણી વિલ્મરે વિશ્વની ટોચની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે .

જો કે છેલ્લા સપ્તાહમાં અદાણી ગ્રુપનો આ બીજો શેર છે જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉ અદાણી પાવરના શેરોએ રૂ. 1 લાખ કરોડના બજાર મૂલ્યાંકનને પાર કરીને આ હાંસલ કર્યું હતું. આજે આનું માર્કેટ કેપ રૂ. 1.10 લાખ કરોડ હતું

*રોકાણકારોને 263% નફો*
આ અદાણી વિલ્મરના શેરનો ભાવ આજે શેર દીઠ આશરે ₹34 રૂપિયા થી વધીને ₹803.15ના જીવનકાળના ઉચ્ચ ભાવે પહોંચ્યો હતો. જેમાં આ કંપનીના શેરોએ તેના લિસ્ટિંગ ના દિવસથી લગભગ 263% નું સારું વળતર ચૂકવ્યું છે. ઇશ્યૂ કિંમત કરતાં ત્રણ ગણો વધુ નફો તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મર આઈપીઓ 27 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના શેર 8 ફેબ્રુઆરી 2022ના રોજ લિસ્ટ કરવામાં આવ્યા હતા.

કંપનીની ઈશ્યુ કિંમત ₹218 થી ₹230 હતી. કંપનીના શેર 8 ફેબ્રુઆરીના રોજ BSE પર રૂ. 221ના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા હતા. આજે આ શેર શરૂઆતના કારોબારમાં રૂ. 803.15 પર ટ્રેડ કરી રહ્યો છે. તદનુસાર, અદાણી વિલ્મરના શેરોએ લગભગ અઢી મહિનામાં તેના રોકાણકારોને 263% કરતા વધુનું મજબૂત વળતર આપ્યું છે.

*અદાણી વિલ્મરના શેર આસમાને પહોંચ્યા*

આ બાબતે નિષ્ણાતો માને છે કે ઇન્ડોનેશિયા દ્વારા 28 એપ્રિલથી પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મુકાયો તેમાં તાજેતરની દરખાસ્તથી ખાદ્ય તેલના ભાવમાં વધારો થશે, જે રુસ-યુક્રેન યુદ્ધને કારણે પહેલેથી જ ઉકળે છે.

संबंधित पोस्ट

ભારતીય મૂળના આ બિઝનેસમેને તેના પિતાને 21 કરોડની સુપરકાર ગિફ્ટ આપી

Karnavati 24 News

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા ! થશે પૈસાનો વરસાદ, ફરી DA આટલા ટકા વધશે

Karnavati 24 News

એક મહિના સુધી સિમ કાર્ડ રહેશે એક્ટિવ, આ છે Airtel, Jio અને Viના રિચાર્જ પ્લાન

Admin

યુદ્ધની અસરથી સોનાનો 10 ગ્રામનો ભાવ એક જ દિવસમાં 2400થી ઉછળીને 54 હજારને પાર

Karnavati 24 News

તુર્કીએ ભારતના ઘઉં પરત કર્યાઃ તુર્કીએ 56,877 મિલિયન ટન અનાજ ભરેલું જહાજ પરત મોકલ્યું, કહ્યું- ઘઉંમાં રૂબેલા વાયરસ

Karnavati 24 News

ટાટા બાદ હવે કિયા પણ લાવી રહી છે સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઇન્ડિયન યુઝર્સ માટે તૈયાર કરી છે ખાસ ડિઝાઇન

Karnavati 24 News