Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

મોરબીમાં સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા, ૨૦ ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની

મોરબીમાં સતત ભાવવધારા બાદ હવે પુરતો ગેસ નહિ મળતા ઉદ્યોગપતિઓ લડાયક મૂડમાં

મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે દોડી ગયા

૨૦ ટકા ગેસ કાપથી સિરામિક ઉધોગની સ્થિતિ દયનીય બની

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં છેલ્લા થોડા મહિનાઓમાં સતત ભાવવધારો જોવા મળ્યો હતો એટલું ઓછું હોય તેમ હવે પુરતો ગેસ આપવામાં આવતો ના હોય જેથી આજે સિરામિક ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચી ગયા છે અને હલ્લાબોલ કરી રજૂઆત કરવામાં આવી છે

મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવોમાં થોડા મહિનાઓમાં જ અંદાજે ડબલ જેટલો વધારો કરાયો છે આટલા ભાવવધારા છતાં ગેસ સપ્લાય પૂરતા પ્રમાણમાં કરવામાં ના આવતા સિરામિક એકમોને પ્રોડક્શનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જે સમસ્યાથી કંટાળી જઈને આજે મોરબી સિરામિક એસોના નેજા હેઠળ ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ઓફિસે પહોંચીને ગેસ કંપનીને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે

મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લીમીટેડને રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ કંપની દ્વારા જે MGO થાય છે તે MGO એપ્રિલ મહિના માટે એક જ ફિક્સ ભાવથી ૧૦૦ ટકા MGO કરી આપશો અને તેની જાણ કરશો બાદમાં જ સિરામિક એસોના મેમ્બરો MGO કરશે અગાઉ જે લેટર આપેલ તેનો આજ સુધી જવાબ આપ્યો નથી જેથી તાત્કાલિક જવાબ આપવા અને પુરતો ગેસ આપવા માંગ કરવામાં આવી છે

 

૨૦૦ ઇન્ડસ્ટ્રીઝ આ મહીને બંધ થશે : મુકેશ કુંડારિયા

૨૦ ટકા ગેસ કપના નિર્ણયથી ઉધોગ ચાલી સકે નહિ હાલ મંદી હોવાથી ઉધોગ સાયકલ ધીમી હોવાથી વપરાશ ઘટી ગયો છે પરંતુ MGO માં 80 ટકા મુજબ કરે તો તા. ૨૫ આસપાસ ફેક્ટરીનો ક્વોટા પૂરો થતા શટ ડાઉન લેવા પડે જેથી મેન્ટેનન્સ સહિતનો ખર્ચ વધી જાય જે સ્થિતિમાં ૨૦૦ જેટલી ફેક્ટરી આ મહીને બંધ કરવી પડે તેવી સ્થિતિ છે જેથી ઉદ્યોગને MGO માં ૧૦૦ ટકા ગેસ આપવાનો કરાર કરાય તેવી માંગ કરી રહ્યા છે

संबंधित पोस्ट

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO અસંભવ છે, જાણો કારણ

Karnavati 24 News

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

Karnavati 24 News

વિશ્વની પ્રથમ સોલર કારઃ જાન્યુઆરીમાં ચાર્જ કરો અને જુલાઈ સુધી ચલાવો, આ કાર સૂર્યથી ચાલતી રહેશે

Karnavati 24 News

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

Karnavati 24 News

ઓલાએ એવી રીતે બતાવી ઇલેક્ટ્રકિ કારની ઝલક, જેમ કે હોય હોલીવુડ ફિલ્મનું ટીઝર!

Admin

આજે ડોલર સામે રૂપિયો મજબૂત થયો આ કારણ જવાબદાર છે

Karnavati 24 News
Translate »