Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.
ICICI બેંક તરફથી ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે. ફક્ત આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

લેટ પેમેન્ટ ચાર્જ એ વાત પર આધારિત છે કે કુલ બાકી રકમ કેટલી છે. જો ડ્યૂ રકમ 100 રૂપિયાથી પણ ઓછી હોય તો બેંક તરફથી કોઈ જ ચાર્જ વસૂલવામાં નહીં આવે. વધારે ડ્યૂ રકમ પર લેટ ચાર્જ લાગશે. ડ્યૂ રકમ 50,000 કે રૂપિયા કે તેનાથી વધારે હોવા પર બેંક તરફથી 1200 રૂપિયા લેટ ચાર્જ લગાવવામાં આવશે. કેટલી બાકી રકમ પર કેટલો ચાર્જ લાગશે?

– ડ્યૂ રકમ 101 થી 500 રૂપિયા હશે અને ચૂકવણી ન કરવા પર 100 રૂપિયા લેટ ફી લાગશે.

– ડ્યૂ રકમ 501થી 5000 રૂપિયા હશે તો 500 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 5001થી 10,000 રૂપિયા સુધીની બાકી રકમ પર 750 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 10,001થી 25,000 રૂપિયા સુધીની બાકી રકમ પર કાર્ડ ધારકે 900 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 25,001 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની બાકી રકમ માટે 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 50,000 રૂપિયાથી વધુની બાકી રકમ પર લેટ ફૂ તરીકે 1200 રૂપિયા ચૂકવવા પડશે. SBI ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 500 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 501-1000 બાકી રકમ: ચાર્જ રૂ. 400

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 100 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 100-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-5,000 બાકી રકમ: ચાર્જ રૂ. 600

– 5,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 800

– 10,001-25,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,100

– 25,001-50,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 300 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 300-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-1,000 બાકી રકમ: ચાર્જ રૂ. 500

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,000 અન્ય બેંક કેટલી લેટ ફી વસૂલે છે?

અન્ય બેંકોની વાત કરીએ તો HDFC બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. ચેક રિટર્ન થવો અથવા ઓટો ડેબિટ પર ICICI બેંક કુલ રકમનો બે ટકા સુધીનો ચાર્જ લગાડે છે. આ માટે ન્યૂનતમ રકમ અમાઉન્ટ 500 રૂપિયા હશે.

संबंधित पोस्ट

 Reliance Groupમાં બદલાઇ શકે છે નેતૃત્વ, કોણ બનશે મુકેશ અંબાણીનો ઉત્તરાધિકારી?

Karnavati 24 News

વર્ષ 2021માં 2250 Indian Startups એ 24 અબજ ડોલર એકઠાં કર્યા, 2400 થી વધુ રોકાણકારોએ ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે જોખમ લેવા તૈયારી બતાવી

Karnavati 24 News

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

Aadhaar Card Misused: શું કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે? આ રીતે શોધો

Karnavati 24 News

Share Market Updates: ગ્લોબલ સંકેતો સાથે બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો, નિફ્ટી 16,646 પર ટ્રેડ

Karnavati 24 News

પેટ્રોલ ડીઝલના ભાવ આજે: ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે, જાણો શું છે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ આજે

Karnavati 24 News