Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કામરેજ : ચેતીને ચાલજો ! જો તમને કોઈ ઓનલાઈન એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કે તો એ પેહલા આ અહેવાલ વાંચો

કામરેજની સૂર્યદર્શન સોસયટીમાં રહેતા શ્વેતાંકભાઈ મહેશભાઈ પટેલે કામ અર્થે એસબીઆઈ બૅન્કના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. પરંતુ કસ્ટમર કેરમાં ફોન ન લાગતા તેમણે ગુગલ પર સર્ચ કરતા આ 180041201303 નંબર જોવા મળ્યો હતો અને જેથી ફરિયાદીએ ઉપરોક્ત નંબર પર ફોન કરતા અજાણ્યા ઇસમે ફોન ઉપાડી જણાવ્યું કે અમારા પ્રતિનિધી તમને સામેથી ફોન કરશે. આમ જણાવ્યા બાદ ફરિયાદીના પોતાના મોબાઈલ ઉપર 9556938677 ઉપરથી તા-9/3/2012 ના રોજ 11 વાગ્યે ફોન આવ્યો હતો. ફોનમાં સામેના અજાણ્યા ઇસમે ANY DESK REMOTE DESKTOP SOFTWARE ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ફરી આજ એનિડેસ્ક એપ્લિકેશનમાં જઈ રિકવેસ્ટ ઍક્સેપ્ટ કરતા અજાણ્યા આરોપી ઇસમે છ વખત રિકવેસ્ટ ઍક્સેપ્ટ કરવા જણાવ્યું હતું અને ફોન હોલ્ટ પર રાખવા જણાવ્યું હતું. ત્યારે ફરિયાદીએ પોતાના એસબીઆઈ ક્રેડીટ કાર્ડ એકાઉન્ટમાં જોતા છ જેટલા ટ્રાન્ઝેક્શન થતા તેમાંથી 1 લાખ 50 હજાર રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હોવાનું જણાયું હતું. ત્યારબાદ સાયબર કંમ્પ્લેઇન કરતા 65 હજાર ફરીએ ફરિયાદીના ખાતામાં જમા થઈ ગયા હતા. જ્યારે બાકીના 85 હજાર જમા થયા ન હતા. જેથી અજાણ્યા ઇસમે ઓનલાઇન છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ પોલિસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ઉનાળામાં આઈસ્ક્રીમ મોંઘોઃ ભાવમાં 5-10% નો વધારો, વેચાણમાં 2 વર્ષ પછી સૌથી મોટો ઉછાળો

Karnavati 24 News

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

Karnavati 24 News

પોસ્ટ ઓફિસની મજબુત સ્કીમ, એક વર્ષમાં તમને બેંકમાંથી મળશે વધુ લાભ, જાણો તમામ વિગતો

Karnavati 24 News

SBI આપી રહી છે ઈ-વ્હીકલ લોન પર વ્યાજ દરમાં છૂટ, પ્રોસેસ ફી પણ ચૂકવવી પડશે નહીં

Karnavati 24 News

નવા વર્ષના ઠરાવો 2022: નવા વર્ષમાં તમારા વ્યવસાય માટે આ ઠરાવો કરો

Karnavati 24 News