Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે લાઠીના નારાયણનગર અને ધારીના ઝરમાથી 12 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 24730નેા મુદામાલ કબજે લીધો હતો.

પોલીસે જુગારનો આ દરોડો લાઠીના નારાયણનગરમા પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા યશ જયેશભાઇ રેણુકા, વિશાલ રસીકભાઇ રાઠોડ, અજય રણછોડભાઇ ગોહિલ, સંજય જગદીશભાઇ ડાભી નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂપિયા 22710નો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ ચલાવી રહ્યાં છે. જયારે પોલીસે જુગારનો અન્ય એક દરોડો ધારીના ઝરમા પાડયો હતો.

અહી જાહેરમા જુગાર રમી રહેલા વીનુ છનાભાઇ પાટડીયા, અતુલ અરજણભાઇ રાણાવડીયા, આસીફ ઘોહાભાઇ રાઠોડ, ભાવેશ મધુભાઇ કુવારદા, કૌશલ ગોકળભાઇ પાટડીયા, કૌશલ ગોકળભાઇ અને ચતુર ભીખાભાઇ કુવારદા તેમજ ભોળા જીણાભાઇ સાવડીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી 2020ની મતા કબજે લીધી હતી. હેડ કોન્સ્ટેબલ સી.વી.ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. જો કે તેમ છતા છાનેખુણે આ પ્રવૃતિ ધમધમતી જ રહે છે.

संबंधित पोस्ट

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

जी-20 की भारत के सभी प्रदेशों में 200 मीटिंग्स होंगी: प्रदेश नीति के साथ प्रदेश नीति बढ़ाना मुख्य उद्देश्य

Admin

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

મોડાસા નગર પાલિકાને સરકાર દ્વારા નવીન ફાયર વોટર બાઉઝર ફાળવાયું, પાલિકા પ્રમુખે કરી પૂજા

Admin

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News