Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા ના વૃક્ષોનું નિકંદન, ટ્રેક્ટર વનવિભાગના હવાલે કરાયું

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતના પ્રમુખ અને ચાણસ્માના સ્થાનિક ગ્રીન કમાન્ડો, જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા કાપી જતું ટ્રેક્ટર પકડી વનવિભાગને હવાલે કરવામાં આવ્યું હતું. જેની સામે વનવિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશ રાજગોર અમદાવાદથી પાટણ આવી રહ્યા હતા. ત્યારે ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ખીજડા કાપીને જતું ટ્રેક્ટર જોઈ જતા પકડીને જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલને જાણ કરી વનવિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા સોંપવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા અને અન્ય વૃક્ષો કાપીને જતા ટ્રેક્ટરના ડ્રાયવરને પૂછતાછ કરતા તેણે જણાવેલું કે, સાહેબ કોઈ પરવાનગી કે કશું છે નથી અને અમે એકલા નઈ પરંતુ આવા 8થી 10 ટ્રેક્ટર રોજ કાપે જ છે અને લાટીઓમાં આપીએ છીએ. લાટીઓ વાળા દ્વારા ઉપર હપ્તાઓ આપવામાં આવે છે.

ગેરકાયદેસર રીતે લાકડું કાપેલ છતાં ફોરેસ્ટ વિભાગથી ડરવાને બદલે એવું જણાવેલું કે, સાહેબ ચાલો ફોરેસ્ટની ઓફિસ લઇ લો ટ્રેક્ટર ત્યાં ફોરેસ્ટર ચૌધરી સાહેબને અમે ઓળખીયે છીએ. ત્યારે રાત્રે મોડા 10 વાગ્યા પછી વનવિભાગના સ્થાનિક અધિકારી ચૌધરી ત્યાં આવેલા અને આ ટ્રેક્ટરને કાયદેસરની કાર્યવાહી કરવા કબ્જે કર્યું હતું.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ ચાણસ્મા તાલુકના RFOની હાજરી નહિવત હોય છે અને કોઈ એમને ઓળખતું પણ નથી તથા આ તાલુકામાં રોજેરોજ સાંજના 7થી રાત્રીના 10 સુધી બેરોકટોક આવા ગેરકયદેસર રીતે લીલા લાકડા કાપેલા ટ્રેક્ટર ચાણસ્માની લાટીઓમાં ઠલવાય છે, પરંતુ વનવિભાગ કે મહેસુલ વિભાગ કોઈ કશું જ કાર્યવાહી કરતા નથી.

નિલેશ રાજગોરે મીડિયાના માધ્યમથી પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વનઅધિકારીને ચાણસ્મા સહીત સમગ્ર જિલ્લામાં ગેર કાયદેસર રીતે કપાતા લીલાછમ વૃક્ષો, આરક્ષિત ખીજડો વગેરેના કપાય તે માટે તાત્કાલિક રોક લગાવવા અને જરૂરી કાર્યવાહી કરી જવાબદાર લોકો, અધિકારીઓ વગેરે પર કાર્યવાહી કરી પર્યાવરણ બચાવી લેવા માંગ કરી હતી.

संबंधित पोस्ट

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin