Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વ લેવલે મોટું નામ છે પરંતુ મજુરોના . વિકાસ માટે મજૂરોને પ્રાથમિક સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી આપણા વડાપ્રધાન દરેકને રહેવા માટે મકાન અને પ્રાથમિક સુવિધા તેમજ સ્વચ્છતા માટે અભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કોલોની બનાવી છે પણ ત્યાં મજૂરને રહેવા માટે મોકલવામાં આવતા નથી બહારની કોઇ પણ ટીમ આવે ત્યારે અમુક ચોક્કસ જગ્યાઓ બતાવીને કાગળ ઉપર સુંદર અલંગ ચાલે છે એવું બતાવવામાં આવી રહ્યું છે ખરેખર વાસ્તવિકતા જુદી છે. ગુજરાત સરકારનો ઉદ્દેશ પણ ખુબ જ સારો છે પણ મજૂરના બાળકોના શિક્ષણ આરોગ્ય અને પ્રાથમિક જરૂરિયાત પણ હોવી જોઈએ અલંગ નો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે પરંતુ સાથોસાથ હજારો કિલોમીટરથી દૂર આવેલા મજૂરને પણ વિકાસ થવો જોઇએ તેવો ને પણ રસ્તા. પાણી. લાઈટ, પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ હાલ અમો જ્યારે ખરેખર મજૂરોને રૂબરૂ મુલાકાત ગયા ત્યાં આ બધું જોવા મળેલ છે આ બાબતે ગુજરાત સરકાર તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ યોગ્ય કાર્યવાહી કરે તેવી મજૂરોની માંગ છે. આ મજૂરોને સમય મુજબ દવા ન મળવાના કારણે મોત થયા છે તેમજ આપઘાત કર્યા છે. આ બાબતે તમામ સર્વે કરીને પૂરો અહેવાલ તૈયાર કરીને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને મજૂરોને યોગ્ય ફાયદો થઈ શકે અને જરૂરી તમામ પ્રાથમિક સુવિધા ઊભી થઈ શકે. મજૂરો મજૂરી કરીને આવીને પછી કુટુંબ સાથે ન રહેવાના કારણે તે આડા રસ્તે જતાં હોય છે. મજૂરો માટે મનોરંજનની પણ સુવિધા કરવી જોઈએ. આ બધું કરશું તો જ અલંગ નો અને મજૂરો નો વિકાસ થઇ શકશે

संबंधित पोस्ट

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે સધન પ્રયાસો હાથ ધર્યા છે :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

અમદાવાદ શહેરમાંમહિલા પોલીસ જ અસુરક્ષિત, લુખ્ખાઓએ SHE ટીમને આંતરી, 4ની ધરપકડ કરવામાં આવી

Gujarat Desk

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin
Translate »