Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

GVK MRI દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહેલ છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નોમા તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે. ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્ન ને અસરકારકતાથી કાઉન્સિલિંગ દ્વારા હલ કરવામાં આવે છે. અને પારિવારિક બિન જરૂરી તકરારમા સમાધાન કરાવવામાં આવે છે.

હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે. કિશોરીઓ, યુવતીઓ, પરણિત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને 24 કલાક વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકાર ના મહિલા લક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.

વર્ષ 2021 દરમિયાન વલસાડ જિલ્લામાંથી કુલ 2265 જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના 584 જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવેલ છે. વર્ષ દરમિયાન 434 જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે 85 જેટલા કેસો મા જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલ છે.

આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રીના અન્ય વિભાગો મા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે. આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાતની મહિલાઓની સાચી સખી સહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે.

संबंधित पोस्ट

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News