આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય છે. પેટની તકલીફો દિવસેને દિવસે લોકોને ખૂબ જ વધી રહી છે. જો કે આ પાછળ ઘણાં બધા કારણો જવાબદાર હોય છે. જો કે પેટની આ તકલીફો દિવસેને દિવસે વધતી જાય તો બીજી બધી જ બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું આસન વિશે જે તમારી પેટને લગતી અનેક તકલીફોને દૂર કરી દેશે.
પવનમુક્તાસન
આ આસન તમે રોજ કરો છો તો તમારી પેટને લગતી અનેક તકલીફોમાંથી તમે છૂટકારો મેળવી શકો છો. આ આસન કરવાથી તમારી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. આ સાથે જ આસન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે. તમને કમરમાં અતિશય દુખાવો રહે છે તો તમારે આ આસન અચુક કરવું જોઇએ. આ આસન તમારી કમરની તકલીફને થોડા જ દિવસોમાં દૂર કરી દે છે. આ આસન કરવાથી પેટને લગતી અનેક તકલીફોમાંથી તમે છૂટકારો મેળવી શકો છો. આ આસન તમે દરરોજ કરો છો તો તમારી સ્કિન પણ ગ્લો થવા લાગે છે. તો જાણો કેવી રીતે કરશો આ આસન.
જાણો કેવી રીતે કરશો આ આસન
આ આસન કરવા માટે સૌથી પહેલા તમારી પીઠ પર સીધા સૂઇ જાવો.
ત્યારબાદ બન્ને પગને ઘૂંટણ પર વાળો અને તમારા હાથને બન્ને બાજુએ પકડો.
હવે બન્ને હાથને એકસાથે પકડો.
આ પછી શ્વાસ છોડતી વખતે ઘૂંટણને તમારી છાતી તરફ લાવો અને તમારી જાંઘને તમારા પેટ પર દબાવો.
તમારા માથાને ફ્લોર પરથી ઉઠાવો અને તમારા ઘૂંટણ વડે કપાળને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
આ દરમિયના શ્વાસ લેતા રહો અને બહાર કાઢો.
થોડી જ સેકન્ડ પછી પાછા સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાવો.
આ આસન 4થી 5 વખત પુનરાવર્તિત કરતા રહો.