પોરબંદર શહેર અને જિલ્લામાં કયાંય વ્યસન કે નશાનું પ્રમાણ વધારે હોય તો નશાબંધી ખાતાને તાત્કાલિક જાણ કરવી જોઇએ . સમાજ કાર્યકરો અને સામાજિક સંસ્થાઓ સહિત સરકાર વગેરે સાથે મળીને આ દૂષણને દૂર કરી શકશે તેવી જાણકારી સમાજકાર્યના વિદ્યાર્થીઓને નશાબંધી અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી . આઝાદી કા અમૃત મહોત્સવ ‘ હર ઘર તિરંગા ’ અંતર્ગત સ્વતંત્ર સમાહ ઉજવણી અંતર્ગત આપણે સૌ સાથે મળી આપણા ઘર , ગલી , મહોલ્લા , દુકાન , ચેરીઓ , સંસ્થાઓમાં , રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ માટે ગૌરવની ભાવના પ્રતિત કરી સ્વતંત્રતા સમાહ ઉજવણીમાં સહભાગી બની તેમજ નશામુકત ભારતનો સંકલ્પ લઇએ તેવા સંકલ્પ સાથે બી.એસ.ડબલ્યુ ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓ અધિક્ષક નશાબંધી અને આબકારીની કચેરી , પોરબંદર ખાતે કચેરીની માહિતી મેળવવા માટે આવેલ . અત્રેની કચેરી ખાતે બી.એસ.ડબલ્યુ ગોઢાણીયા કોલેજના વિદ્યાર્થીઓ કચેરીની મુલાકાત લેવા આવેલ જેમાં ગોઢાણીયા કોલેજના પ્રોફેસર હાર્દિકાબેન હરખાણીએ કાર્યક્રમની શરૂઆતમાં પોતાનો તેમજ કોલેજનો પરિચય આપી જણાવ્યું કે અમારા બી.એસ.ડબલ્યુ કોલેજની પ્રવૃત્તિઓ સમાજના વિવિધ પ્રશ્નો તેમજ તેમની સમસ્યાઓ જાણવા માટે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે . જે અંતર્ગત વિદ્યાર્થીઓના ફિલ્ડ દરમ્યાન પોરબંદરમાં વિવિધ વ્યસનનું પ્રમાણ ખૂબ જોવા મળે છે . જે અંતર્ગત અમારા વિદ્યાર્થીઓ નશાબંધી ખાતાની માહિતી લેવા આવેલ . જેઓને માહિતી પૂરી પાડવા વિનંતી કરેલ જે અંતર્ગત નશાબંધી ખાતાના અધિક્ષક પી.આર.ગોહિલે સર્વ વિદ્યાર્થીઓને આવકારીને સ્વાગત કરી આભાર વ્યકત કર્યો કે આપ સમાજના ઉત્કર્ષમાં નશાબંધી વિશે જાણવા આવ્યા અને જણાવ્યું કે ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે ૧૯૬૦ થી જ ગુજરાતમાં નશાબંધી નીતિ અમલમાં છે . જે અંતર્ગત ખાતાની કાર્યપધ્ધતિ વિશે સવિસ્તૃત માહિતી આપી અને જણાવ્યું કે અમારું ખાતું નશાબંધી નીતિના સુચારૂ અમલ માટે ઘણું કામ કરે છે . જેમાં નશાબંધી પ્રચાર અંતર્ગત જનજાગૃતિના કાર્યક્રમ ખૂબ સારી રીતે કરે છે અને જણાવ્યું કે તમારા ધ્યાનમાં અતિપછાત વિસ્તાર કે જ્યાં વ્યસનનું પ્રમાણ ખૂબ વધારે હોય તેમાં આપ અત્રેની કચેરીએ જાણ કરીએ અને ત્યારબાદ સૌ સાથે મળીને કાર્યક્રમો કરવા માટે જણાવ્યું અને આ નશાબંધી મિશનમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું . ત્યારબાદ સૌ વિદ્યાર્થીઓએ નશાબંધી ખાતાનો આભાર માન્યો અને બધા વિદ્યાર્થીઓએ પોતાના ફિલ્ડ દરમ્યાન નશાકારક પ્રવૃત્તિઓ થતી રહેશે તો અમો નજીકના પોલીસ સ્ટેશનમાં તેમજ હેલ્થ લાઇન નંબર ૧૦૦ અથવા ૧૪૪૦૫ માં કોન્ટેક કરી આવી પ્રવૃત્તિઓ નાબુદ કરવા સહયોગ આપશુ અને સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશો પહોંચાડીશું . આ કાર્યક્રમમાં પી.આર. ગોહિલ –અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ પોરબંદર તેમજ ગોઢાણીયા કોલેજના પ્રોફેસર હાર્દિકાબેન હરખાણી તેમજ નશાબંધી સ્ટાફ કરમટાભાઇ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો .
