Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરીવર્તન પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પાંખી હાજરી વચ્ચે આ યાત્રાની શરુઆત થઈ હતી. કેમ કે, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ વહેલા જોવા નહોતા મળ્યા.

અમદાવાદમાં આ સંકલ્પ યાત્રાની શરૂઆત નારણપુરા વિસ્તારથી થઈ હતી જ્યાં શાસ્ત્રીનગરથી જ નબળો પ્રારંભ જોવા મળ્યો હતો. વોર્ડ સમિતિના કેટલાક હોદ્દેદારો આ પદયાત્રામાં સમયસર ત્યાં દેખાયા નહોતા. પાંખી હાજરી અમદાવાદમાં આ પરીવર્તન સંકલ્પ યાત્રા નિકળી હતી.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં તો જોવા મળી છે પરંતુ આજે અમદાવાદમાં ઓછી હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી. એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવી છે.

રાહુલ ગાંઘીનો ગુજરાત પ્રવાસ આગામી દિવસોમા યોજાઈ રહ્યો છે ત્યારે આ પહેલા જ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા આવતી કાલે પણ વિવિધ વિધાનસભામાં આ પદાયાત્રા યોજવામાં આવશે. 33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. આ બે દિવસમાં 16 વિધાનસભામાં બેઠકમાં 5 થી 7 કિમી તમામ વિધાનસભામાં કાર્યકરો ચાલશે.

संबंधित पोस्ट

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

કુતિયાણા નગરપાલિકામાં  30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન; કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત 

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat Desk

મોરબીમાં ઝેરી દવા પી લઇને નવી પીપળીના આધેડનો આપઘાત કર્યો

Gujarat Desk

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News
Translate »