મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું હતું ગુજરાત માં પ્રથમ બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવીઓનો કવિતાઓના ગાન સાથે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતભર માં બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના 100 થી વધુ કવિઓ પોતાની વિવિધ રચનાઓ કવિતા પ્રેમીઓ ને પીરસે છે ત્યારે આજરોજ પ્રથમવાર મહેસાણા શહેરના તોરણવાળી માતા ના હોલ ખાતે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ના કવિઓને બોલાવવા માં આવ્યા હતા 32 જેટલા બ્રહ્મભટ્ટ-બારોટ કવિઓ આજરોજ મહેસાણા શહેરમાં પધાર્યા હતા અને આ કવિઓ દ્વારા પોત પોતાની વિવિધ રચનાઓ પ્રસ્તુત કરી હતી ,તેમજ સામાજિક ક્ષેત્રે બ્રહ્મભટ્ટ સમાજ ની જ્ઞાન સહિત ની બાબતો ઉપર કવિઓએ અભિવ્યક્તિ રજૂ કરી હતી. આજરોજ આ કવિ સંમેલન નું આયોજન કરનાર વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં બ્રહ્મભટ્ટ સમાજની અંદર અંદાજિત 100 જેટલા બ્રહ્મભટ્ટ કવીઓ પોતાની કાવ્ય રચનાઓ લખી રહ્યા છે પરંતુ અમારા સમાજના આજના યુવનોને ખબર નથી અને અન્ય સમાજના લોકોને પણ ખબર નથી કે આટલા બધા બ્રહ્મભટ્ટ કવિઓ પોતાની કાવ્ય રચના લખી રહ્યા છે જેથી બ્રહ્મભટ્ટ કવિઓ ભેગા થાય તો સમાજને પણ ખ્યાલ આવે અને અન્ય લોકોને પણ ખ્યાલ આવે તે માટે આયોજન
