ખાસ કરીને આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે અને આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની હોવાથી આ નવી સરકાર માટે તેમજ કોંગ્રેસના ધારાસભ્યો માટે અંતિમ કેબિનેટ કહી શાકાય. કેમ કે, ચૂંટણી બાદ નવું મંત્રીમંડળ બનશે અને કોંગ્રેસમાં પણ કેટલાક ધારાસભ્યોની બાદબાકી તેમજ કેટલાક નવા આવશે ત્યારે આ બજેટ સત્રનો અંતિમ દિવસ હોવાથી રાજ્યના કોંગ્રેસ અન ભાજપના તમામ ધારસભ્યોનું ફોટો સેશન વિધાનસભા સત્ર પહેલા યોજવામાં આવશે.
વિધાનસભામાં 182 ધારાસભ્યો છે પરંતુ 179 જ ધારાસભ્યો આ ફોટો સેશનમાં જોડાશે કેમ કે, આ પહેલા ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થઈ ચૂક્યું છે. જેથી આ વખતે 179 જ ધારાસભ્યો હશે. આ બે ધારાસભ્યોની ભઆજપ, કોંગ્રેસને ખોટ વર્તાશે.
સીધી ચૂંટણી ઓ આવવાની છે. જેથી આગામી સમયમાં કેટલાક ચહેરોઓ બાદ થશે કેટલાક ચહેરોઓનો સમાવેશ થશે, જેથી આ તસવીર મહત્વપૂર્ણ બની રહેશે. સત્ર શરૂ થતા પહેલા અધ્યક્ષ સહીતના તમામ ધારાસભ્યો હાજર રહેશે.
અંતિદમ દિવસે બે વિધેયક પસાર થશે. જેમાં રખડતા ઢોર, અેજ્યુકેશનને લઈને એક બિલ પસાર કરવામાં આવશે.
