વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો હતો. પાલિતાણાના ક્લાસીક સંચાલકે કબુલાત કરી છે કે, પરીક્ષાર્થીએ મિત્ર મારફતે સોલ કરવા માટે પેપર મોકલ્યું હતું જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા 3 આરોપીઓની ધરપક કરી છે. આ ઉપરાંત એક પરીક્ષાર્થી તેમાં ફરાર છે.
આ પહેલા ગંભીર આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બનાવને લઈને 3 વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નિલેશ મકવાણેએ કબુલાત કરી હતી કે, હરદેવસિંહને પેપર મોકલ્યું હતું. જ્ઞાન ગુરુ શાળામાં તેનો નંબર પરીક્ષા માટે આવ્યાે હતો. નિલેષને એને આ પેપર મેકલ્યુ હતું અને મહેશે તે સોલ કર્યું હતું અને ફરી નિલેશે હરદેવને મોકલ્યું હતું. જેથી સમગ્ર મામલો સામે આવ્યો છે. પેપરને ક્લાસીસ સંચાલકે એકેડમીનો ગ્રુપમાં જ વાયરલ કર્યું હતું. જવાબો મોકલ્યા હતા એ ડિલિટ પણ કર્યા હતા.
મિરા દાતા સર્વોદય વિદ્યાલય, ઉનાવા પરીક્ષા કેન્દ્ર પરથી આ પરીક્ષામાં રેરરીતી થઈ હોવાનું સામે અાવ્યું હતું ત્યાર બાદ વોટ્સએપની અંદર પણ પેપર ફરતું થયું હોવાનું તેમજ 25 સેન્ટરો પર ચરી થઈ હોવાનું યુવરાજ સિંહ વિદ્યાર્થી નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે તેની નિસ્પક્ષ તપાસ કરવાની માંગ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પાલીતાણામાં આ પેપરમાં ગેરરીતી થઈ હોવાના પુરાવાઓ આપ્યા હતા.