Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

વીજ કંપનીઓ વીજળી આપવાના દાવા તો કરે છે પરંતુ 8 કલાક વીજળી નથી આપી શકતા ભારતી કિસાન સંઘ દ્વારા 72 કલાકમાં વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ભારતીય કિશાન સંઘે સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર વિરોધ કર્યો છે. ખેડૂતોના ખેતરમાં વીજળી સળંગ 8 કલાક પહોંચવામાં ધાંધીયા થઈ રહ્યા છે ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમને આપેલા અલ્ટીમેટમનો સમય ગાળો પૂરો થતો હોવાના કારણે નાણા પ્રધાન કનુ દેસાઈ સાથે આજે કિશાન સંઘની બેઠક યોજાશે. આ બેઠક બાદ તેઓ નક્કી કરશે કે આગામી સમયમાં આ જરૂરીયાતો ખેડૂતોની ના પૂરી થતા શું કરવું જોઈએ.

અગાઉ જુનાગઠ, સુરત, બારડોલી, બનાસકાંઠા, ગીર, સોમનાથમાં વિરોધ થયા હતા અત્યારે વખા ખાતે પણ અઠવાડીયાથી ખેડૂતો ધરણા પર બેઠા છે. સરકારી કચેરીઓમાં આવેદન પત્રો વારંવાર આપવામાં આવ્યા હતા. આમ સમગ્ર રાજ્યની અંદર આ મુદ્દો આજે વિધાસભાની શરૂઆત સાથે જ કોંગ્રેસ ઉપાડ્યો હતો. ત્યારે આજે બેઠક બાદ ફરી સરકાર દ્વારા વીજળીને લઈને કોઈ નિર્ણય લેવાઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આને રાજકીય મુદ્દો કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી રહ્યાે છે. કોંગ્રેસ વીજળી મુદ્દે વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન આ મહિનામાં આ પ્રકારે શર્ટ ઉતારી વિરોધ બે દિવસ પહેલા કર્યાે

संबंधित पोस्ट

કલેકટર શ્રી ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

Gujarat Desk

વાહનની સબસીડી લોન માટે લાંચ લેતા 2 સરકારી કર્મચારીઓને ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા 

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રયાગરાજ ‘મહાકુંભ-૨૦૨૫’ માટે નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ અપાયું

Gujarat Desk

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin
Translate »