Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કલેકટર શ્રી ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી


ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને  પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ  કરી ચૂંટણી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા સ્થળ મુલાકાત યોજવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી  તેમજ આમજા તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણી સંદર્ભે માણસા કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કલોલ અને મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રી માણસા પણ હાજર રહી મતદાન મથક ની મુલાકાત લીધી હતી.

ઉપરાંત કલેકટર શ્રી ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ જેવી કે  મતદાન મથકે આપવાની થતી સામગ્રી માટેની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ  તેમજ માણસા નગરપાલિકા મમાં ચૂંટણી સંદર્ભે જોડાયેલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ

Gujarat Desk

મોડાસાના કોલીહાર્ડ પાસે એક મહિલા બાઇકરનો સોનાનો દોરો ખડકાયો . .

Admin

શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવનાર બે આરોપીઓની જામનગરથી ધરપકડ

Gujarat Desk

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા

Gujarat Desk

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

Gujarat Desk
Translate »