Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે ‘સોજીની રોટલી’, જાણો કેવી રીતે બનાવશો ઘરે

સોજીની રોટલી…તમે ક્યારે સાંભળ્યુ છે આ નામ? ડાયાબિટીસના દર્દીઓ માટે આ રોટલી સૌથી બેસ્ટ છે. જો તમે સોજીની રોટલી ખાઓ તો અનેક બીમારીઓથી બચી શકો છો. દરેક વ્યક્તિએ સોજીની રોટલી પોતાના ડાયટમાં એડ કરવી જોઇએ. સોજીની રોટલી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો સોજીની રોટલી…

સામગ્રી

એક વાટકી સોજી

બે બાફેલા બટાકા

ઝીણું સમારેલું લીલું મરચું

ધાણાજીરું

લાલ મરચું

સ્વાદાનુંસાર મીઠું

ગરમ મસાલો

પાણી

જરૂર મુજબ તેલ

બનાવવાની રીત

  • સોજીની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં સોજી લો અને તેમાં થોડુ પાણી એડ કરો.
  • પાણી એડ કર્યા પછી 5 થી 10 મિનિટ માટે એમ જ રહેવા દો.
  • ત્યારબાદ બટાકાને મેશ કરીને સોજીમાં એડ કરી દો.
  • એક પછી એક એમ બધી સામગ્રી નાંખો અને સોજીને કણકની જેમ એટલે કે જેમ તમે લોટ બાંધો છો એ રીતે બાંધી લો.
  • હવે નાના-નાના ગુલ્લા કરીને એને વણી લો.
  • ત્યારબાદ તવાને મધ્યમ તાપ પર ગરમ કરો.
  • તવી ગરમ થાય એટલે એના પર રોટલી મુકો અને તેલ લગાવીને બન્ને બાજુથી શેકી લો.
  • તો તૈયાર છે સોજીની રોટલી.
  • સોજીની રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.
  • જો તમે વજન ઉતારવા માટે ડાયટિંગ કરો છો તો તમારે આ રોટલીને બપોરના અથવા સાંજના જમવામાં એડ કરવી જોઇએ.
  • સોજીની રોટલી પચવામાં હલકી હોય છે જેથી કરીને તમારા બોડીને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
  • સોજીની રોટલી ખાવાથી કામ કરવાની ક્ષમતા પણ વધે છે.

संबंधित पोस्ट

अगर आप भी चेहरे के दाग धब्बों को दूर करना चाहते हैं तो इस खास तेल का करें प्रयोग

Admin

ઘરમાં વંદાના ત્રાસથી કંટાળી ગયા છો? તો આ ઉપાયોથી ભગાડી દો ફટાફટ

Karnavati 24 News

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

Karnavati 24 News

એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ? WHO માર્ગદર્શિકા શું કહે છે તે શોધો

Karnavati 24 News

હોળી દરમિયાન ભુલથી પણ ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ….

Karnavati 24 News

જો તમારે આખો દિવસ ઉર્જાવાન રહેવું હોય તો Oreo કોફી મિલ્કશેક પીવો

Admin