Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

સર્કસમાં નૃત્ય ઉપરાંત બાઇક જંપ કરાવીને પ્રેક્ષકોનું મનોરંજન કરતો હતો. સર્કસો હવે મૃતપાય હાલતમાં થતાં ઘરે પાછું આવવું પડ્યું. વતનમાં આવ્યા પછી અકસ્માત થતાં બંને પગ ફ્રેક્ચર થયા. તેથી હવે હું બેકાર અને મજબૂર બની ગયો છું. 7 ઓપરેશન કરાવ્યા. એક પગ કાપી નાખ્યો. કૃત્રિમ પગ લગાવીને મારે ચાલવું છે. પરંતુ બંને પગની નસો ચોંટી ગઈ છે. તેથી પગ સીધા થતા નથી. હજુ સારવારની જરૂર છે. પરંતુ મારી પાસે હવે રૂપિયા નથી. -અલ્લારખા શેખ, સર્કસ કલાકાર, ડેસર

આપણા દેશમાં સર્કસનો ખુબ જુનો ઇતિહાસ રહેલો છે. નાનકડું ગામ હોય કે શહેર પ્રત્યેક વ્યક્તિ સર્કસ નિહાળવાનો આનંદ માણતા હતા. પરંતુ વર્તમાન સમયમાં તે આનંદ આ કોમ્પ્યૂટર યુગમાં મોબાઇલ, ઇન્ટરનેટે ખૂંચવી લીધો છે. તેથી સર્કસ લુપ્ત થતું જોવા મળી રહ્યું છે અને તેમાં સંકળાયેલા કલાકારોની અવદશા થઇ છે. અધૂરામાં પૂરું સર્કસમાં પશુઓ રાખી બતાવાતા કરતબો પર વર્ષ 2001માં પ્રતિબંધ લગાવાયો હતો. બાદ સર્કસ પ્રત્યેનો ક્રેજ પ્રજામાં ઓછો થવા લાગ્યો હતો. પરંતુ સર્કસના ચમક દમક વાળા વસ્ત્રો પરિધાન કરી ઉત્સાહી કલાકારોના કરતબો જોવા માટે કેટલાક સર્કસ રસિયાઓ તેને પસંદ કરતા હતા. તેમાં પણ ક્રેઝ ઓછો થતાં સર્કસથી સંકળાયેલા કલાકારોની ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી દશા થઇ છે. ડેસરના કલાકારોની પણ આવી જ વાત છે. પ્રાપ્ત વિગતો મુજબ આશરે 35થી 40 વર્ષ પહેલાં ડેસરના આદમભાઈ આઇ શેખ સર્કસમાં કામ કરવા ગયા હતા. તેઓએ આખું જીવન સર્કસનાં તંબુમાં પસાર કરી નાખ્યું હતું. છેલ્લે માદરે વતન ડેસરમાં આવી નજીવી બિમારીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બે દીકરાઓ અલ્લારખા શેખ અને અનવર શેખ પણ પિતા સાથે સર્કસમાં કલાકારી કરી ગુજરાન ચલાવતા હતા. બંનેના લગ્ન પણ સર્કસમાં જ સહ કલાકાર સાથે કરી નાખ્યા હતા. તેમનો આખો પરિવાર સર્કસ ઉપર નિર્ભર હતો. પરંતુ સર્કસ જોવાવાળાઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટતાં આખરે સર્કસને અલવિદા કહી પરિવાર સહિત ઘર વાપસી કરી હતી. બાપ દાદાના જૂનાં મકાનની મરામત કરી પરિવાર રહેવા લાગ્યો હતો.પરંતુ ધંધો શું કરવો તેની મૂંઝવણ સતાવતી હતી.

संबंधित पोस्ट

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

અમરેલી જિલ્લામાં સક્રિય લુંટારૂ ગેંગને જેલ કરવા ધારાસભ્ય પરેશ ધાનાણીની માંગ

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ ચાર મહાનગરોની ટી.પી.ને.મંજૂરી આપી, વિકાસની ગતિ આગળ વધશે

Karnavati 24 News

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch