Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર છે, કારણ કે એસસી-એસટી લોકો પહેલાથી જ અનામતના ઢગલાબંધ ફાયદા ઉઠાવી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે મંગળવારે કહ્યું હતું કે, પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી અનામતના ફાયદા લઈ રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા અંતર્ગત લાભ મળશે, જે ક્રાંતિકારી સાબિત થશે. વેણુગોપાલે કહ્યુ કે, આ કાયદો આર્ટિકલ 15 (6) અને 16 (6) મુજબ જ છે. આ પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી. તેમણે કહ્યું કે, સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલુ છે. તે મુજબ, સંસદમાં, પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમના પછાતપણાને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારનો ફાયદો તેમને આપવામા આવે તો, EWS કોટા મેળવવા માટે તે તમામ ફાયદો છોડવા માટે તૈયાર થશે. જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે.

संबंधित पोस्ट

વિપક્ષનો સવાલ: વર્ષ 2017 થી 2020 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ કેમ ન ભરી ? મંત્રી પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો કે હાલ આ મામલે મારી પાસે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી

Karnavati 24 News

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

સ્મૃતિ ઈરાનીની દીકરી પર ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું- આ ‘તુલસી સંસ્કારી બાર’ નથી

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News