જેમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, દાહોદના જીલ્લા યુવા અધિકારી અજીત જૈન તથા મુખ્ય મહેમાન તરીકે સીનીયર સાયન્ટીસ કાચા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીલ્લા પ્રાંત યુવા અધિકારી જીગ્નેશ ડાભી, રાધારાની કે.વી.કે, સુરભી મહાજન હાજર રહ્યા હતા. વકૃત્વસ્પર્ધા વિજેતા તરીકે પ્રથમ નંબર રોજીયા તેજસ્વીની ,દ્રિતીય નંબર રાજવી કડિયા અને તૃતીય નંબર ઉજવલા ચોબેનો આવ્યો હતો. જીલ્લામાં પ્રથમ રહેલ વિજેતા દ્વારા ગુજરાત કક્ષામાં પ્રતિભાગ કરવાનો અવસર મળશે. કાર્યક્રમ બદલ જીલ્લા યુવા અધિકારીએ તમામ પ્રતિભાગીઓને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.