Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ ચાર મહાનગરોની ટી.પી.ને.મંજૂરી આપી, વિકાસની ગતિ આગળ વધશે

મહાનગરોના વિકાસને લઇ વિકાસ કરવા ટાઉન પ્લાનિંગ જરૂરી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરોની ટી.પી.ને.મંજૂરી આપી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી સ્કીમ-1 બોડકદેવ પ્રિલીમનરી સ્કીમ મંજૂર .આ ઉપરાંત 04 ડ્રાફટ સ્કીમ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની મુસદારૂપ ટી.પી સ્કીમ નં-307 સાંતેજ-રકનપૂર, ગાંધીનગર શહેરી વિકાસ મુસદારૂપ ટી.પી સ્કીમ નં.28 સરગાસણ-પોર-કુડાસણ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.21 રૂવા-વડવા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ નં.11 જામનગરનો સમાવેશ થાય છે.

ખૂલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને જાહેર સુવિધા માટે જે જમીન સંપ્રાપ્ત થશે તે પ્રકારની વ્યવસ્થા કરાવવામાં આવશે. જુદી જુદી ટીપી નો અલગ અલગ વિકાસ કમાઓ માટે ઉપયોગ કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહાનગરોના વિકાસને લઇ વિકાસ કરવા 01 પ્રિલીમનરી અને 04 ડ્રાફટ મળીને કુલ 5 ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર કરી છે.
આટલા હેકટર માં ટીપી સ્કીમો
ઔડાની ડ્રાફટ ટી.પી સ્કીમ 307 સાંતેજ-રકનપૂરમાં અંદાજે 5.56 હેક્ટર્સ,
ગાંધીનગર શહેરી વિકાસ ડ્રાફટ ટી.પી 28 સરગાસણ-પોર-કુડાસણમાં 1.86 હેક્ટર્સ,
 ભાવનગર મહાનગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ-21 માં 7.65 હેક્ટર્સ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુસદારૂપ ટી.પી સ્કીમ-11માં 09.24 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.

संबंधित पोस्ट

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજથી બંધ. . . .

Admin
Translate »