Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૯/૦૯/૨૦૨૨ના રોજ સુરત ખાતે સુરત મહાનગરપાલિકા તથા સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરશે. જેના આયોજનના ભાગરૂપે આજરોજ સરકીટ હાઉસ ખાતે મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના વડપણ હેઠળ કાર્યક્રમના આયોજન અર્થે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનશ્રીનો મુખ્ય કાર્યક્રમ તા.૨૯મીએ સવારે ૯.૦૦ વાગે લિંબાયત ખાતેના નિલગીરી મેદાન ખાતે યોજાશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તથા કેન્દ્ર સરકારના અંદાજીત રૂ.૩૧૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત સંપન્ન થશે.

બેઠકમાં મ્યુ.કમિશનર શ્રી બંછા નિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, કંટ્રોલરૂમ જેવી ૧૬ જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લાભો એનાયત કરવામાં આવશે.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ બલર, વિપુલભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવડીયા, ડે.મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તથા જિલ્લા વહીવટીતંત્ર-મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ઝારખંડના સંમેદશીખરજી પાર્શ્વનાથ પર્વતરાજને પર્યટન સ્થળ જાહેર કરતા મોડાસા જૈન સમાજમાં આક્રોશ, કલેક્ટરને આવેદન પત્ર

Admin

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Karnavati 24 News

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

પંજાબ ભાજપને શાહનો સંદેશ: સંપૂર્ણ કેન્દ્રીય નેતૃત્વ સાથે સખત મહેનત કરો; વરિષ્ઠ નેતાઓ સાથે બંધ બેઠક

Karnavati 24 News