Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

તમે ક્યારે પણ ઘરે નથી બનાવ્યા બ્રેડ ઉત્તપમ? તો મોડુ કર્યા વગર નોંધી લો આ રેસિપી

સવારના નાસ્તામાં દરેક લોકો એકનો એક નાસ્તો કરીને કંટાળી જતા હોય છે. એકનો એક નાસ્તો ખાવો પણ ગમતો હોતો નથી. આમ, જો તમે પણ નાસ્તામાં કંઇક વેરાયટી બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો ઘરે ટ્રાય કરો તમે પણ બ્રેડ ઉત્તપમ..

સામગ્રી

પાંચ બ્રેડની સ્લાઇસેસ
1/2 કપ સોજી
બે ચમચી મેંદો
1/2 કપ દહીં
એક ઝીણું સમારેલું ટામેટું
એક ઝીણાં સમારેલા શિમલા મરચા
ઝીણી સમારેલી ડુંગળી
1/2 કોથમીર
થોડુ છીણેલું આદું
બે લીલા મરચાં
સ્વાદાનુંસાર મીઠું
તેલ
પાણી

બનાવવાની રીત

  • બ્રેડના ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડની કિનારીઓ કાપી લો અને પછી એને અલગ કરી લો.
  • ત્યારબાદ એમાં સોજી, મેંદો, પાણી અને દહીં સાથે કાપેલી બ્રેડને મિક્સ કરીને બરાબર મિક્સરમાં ક્રશ કરી લો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
  • હવે આ પેસ્ટમાં ટામેટા, શીમલા મરચા, ડુંગળી, આદુ, લીલા મરચા અને મીઠું ઉમેરો.
  • આ બધું ઉમેર્યા પછી મધ્યમ તાપ પર એક તવી મુકો અને એના પર થોડુ તેલ લગાવો.
  • ત્યારબાદ ગરમ થયેલી તવી પર આ પેસ્ટ નાંખો.
  • આમ, એક બાજુ શેકાઇ જાય એટલે બીજી બાજુ પલટી લો. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આને થવા દો.
  • તો તૈયાર છે બ્રેડ ઉત્તપમ.
  • આ બ્રેડ ઉત્તપમની સાથે તમે કોપરાની ચટણી, ગ્રીન ચટણી અથવા ટામેટાનો સોશ સર્વ કરી શકો છો.
  • તમે બહાર તો અનેક વાર ઉત્તપમ ખાધો હશે પરંતુ જો તમે એક વાર આ બ્રેડનો ઉત્તપમ ખાશો તો તમે બહારનો પણ ભૂલી જશો.
  • આ ઉત્તપમમાં નેચરલી મીઠાશ બહુ હોય છે. તો તમે પણ એક વાર અચુક ટ્રાય કરો આ ઉત્તપમ..ખાવાની મજામાં ડબલ વધારો થઇ જશે.

संबंधित पोस्ट

રસોઈ ટિપ્સ: શાકભાજીમાં વધુ પડતું મીઠું મૂડ અને સ્વાદ બંને બગાડે છે, તે બરાબર કરો

Karnavati 24 News

જો તમને જમ્યા પછી ફળ ખાવાની આદત હોય તો પહેલા આ જાણી લો! નહીં તો ડૉક્ટરનો હાથ પણ નહીં પકડે!

Karnavati 24 News

‘દહીં શાક કઢી’ ક્યારે પણ બનાવી છે ઘરે? જો ‘ના’ તો આજે જ ટ્રાય કરો

Karnavati 24 News

કાલે ખાનગી હોસ્પિટલના અંદાજિત 30થી 40 હજાર જેટલા ડૉક્ટરો હડતાળ પર જશે

Karnavati 24 News

નુકસાનકારક જ નહીં પણ શરીર માટે ફાયદાકારક પણ છે મેંદાનું સેવન કરવું…

Karnavati 24 News

શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો

Admin
Translate »