Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત, પરિવારમાં શોક ફેલાયો

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત

ટંકારાના ખીજડીયા નજીક અકસ્માત સર્જાતા રોડ ઉપર લોહીના રંગ જોવા મળતા હતા. બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઈજા થતા સારવાર  માટે હોસ્પિટલ ખસેડાય હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી ખીજડિયા તરફ જતા ઘુનડા રોડ ઉપર સાંજે બે બાઈક સામસામા અથડાતા ૨ લોકોના મોત નિપજ્યા હતા . એક બાઈક ઉપર પરપ્રાંતીય પરિવાર જઈ રહ્યા હતા. જેમાં ૨  યુવાન અને એક યુવતી સવાર હતા. જ્યારે બીજા બાઇકમાં એક સ્થાનિક યુવાન જતો  હતા. આ બન્ને બાઈક સામસામા અથડાતા પરપ્રાંતિય પરિવારના બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. જેમાં મૃતક રીનાબેન જગનભાઇ ભુરીયા અને દિનેશભાઈ રાઘુભાઈ અજ્નારના મૃત્યુ નીપજ્યા હતા જ્યારે પરપ્રાંતિય તથા સ્થાનિક યુવાનને ગંભીર ઇજાઓ પહોચી હતી જેમાં જગનભાઇ ભુરીયા અને કૃપાલસિંહ  હોય તો ધટનાની જાણ  ટંકારા ૧૦૮ ને કરવામાં આવતા  ડો.રુબિયાબેન અને પાયલોટ રાહુલભાઈએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ બંનેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા તો બનાવને પગલે પરપ્રાંતીય  પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો

संबंधित पोस्ट

એકતાનગર સ્થિત GMR કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષમાં આદિવાસી વિસ્તારના ૨૦૪૮થી વધુ યુવક યુવતીઓ તાલીમ મેળવી પગભર બન્યા

Gujarat Desk

બાવળાનાં ઢેઢાળમાં એક કેમિકલ ફેક્ટરીમાં 2 શ્રમિકનાં મોત થતાં ચકચાર મચી ગયો

Gujarat Desk

AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ

Karnavati 24 News

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

હોળી તથા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને તારીખ ૧૦ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે

Gujarat Desk

તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક બાઈક ઉપર ઇંગ્લિશ દારૂ લઈને જઈ રહેલા બે ઈસમો ઝડપાયા

Karnavati 24 News
Translate »