Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા.લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી,વાઘોડિયાના મેઇન રોડના દબાણો પણ દૂર કર્યા હતા. આ ઉપરાંત ભાજપના જયસ્વાલ નામના કાર્યકરનું પણ દબાણ દૂર કરતાં તેણે જોઇ લેવાની ધમકી આપી હતી.જેથી મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વાઘોડિયાના દબાણો તૂટતાં રાજુ અલવાએ રેલી પણ કાઢી હતી. જ્યારે,ટીડીઓએ ૨૮ તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી માંગતા તલાટીઓએ ટીડીઓ તેમનું અપમાન કરતા હોવાના અને માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપો કરી સામૂહિક બદલી કરવાની માંગણી કરી હતી.કેટલાક સરપંચોએ પણ વિરોધ કર્યો હતો. આખરે,વાઘોડિયાના ટીડીઓની આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં બદલીનો હુકમ થતાં ચકચાર વ્યાપી છે.. .

संबंधित पोस्ट

કોંઢના તળાવમાંથી માટી ખોદી બિન ખેતીના પ્લોટમાં નખાતાં ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી

Karnavati 24 News

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

Karnavati 24 News

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News