Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

શહેરના લિંબાયત વિસ્તારમાં વાલીઓની આંખ ઉઘાડનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,એક કિશોરી વિદ્યાર્થિનીએ ફાંસો ખાધા બાદ પણ મોત નહિં મળતા એસીડ ગટગટાવ્યું હતું,આપઘાતના પ્રયાસ પાછળનું કારણ એ હતું કે પરિવારે પ્રેમી સાથે ફરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો,પ્રેમી સાથે ફરવા જવા પર પરિવારે પ્રતિબંધ લગાડતા કિશોરીએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પરિવાર દોડતું થઈ ગયું હતું,૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવાર વિદ્યાર્થીનીને નજર કેદ કરવા મજબૂર બન્યું હતું,જેથી માઠું લાગી આવતાં કિશોરી વિદ્યાર્થિનીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

– ભણવાને બદલે યુવક સાથે નીકળી જતી હતી.

વિદ્યાર્થીનીના પરિવારે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી ત્રીજા નંબરની બહેનની શંકાસ્પદ કામગીરી બાદ કંઈ ખોટું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું,તપાસ કરતા ખબર પડી હતી કે કોઈ યુવક સાથે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળતી બહેન ફરવા ઉપડી જતી હતી,તમામ હકીકતોની તપાસ કર્યા બાદ ૧૬ વર્ષની બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતા,૫ ભાઈ-બહેનો અને માતા-પિતા મળી ૭ લોકોના પરિવારમાં પહેલો આવો બનાવ બનતા બધા જ વિચારમાં પડી ગયાં છે.

– વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો.

ગુરૂવારના રોજ માતાએ ઠપકો આપતા બહાર ન જવા દેતા બહેન ગુસ્સામાં આવી ગઈ હતી,આ ઉંમરે લફરાંને લઈ પરિવાર બહેનને નજર કેદ રાખતો હતો,શુક્રવારે બોયફ્રેન્ડ સાથે બહાર જવાનું કહેતા બોલાચાલી થઈ હતી બસ એ જ વાતનું ખોટું લાગતા બહેને પહેલા ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા,હાલ એની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

संबंधित पोस्ट

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

અગવડ પડતાં સૂત્રો દ્વાર મેડલ માહીતી… જુઓ પાર્કિંગ 👆

Karnavati 24 News

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

Karnavati 24 News

કેવડિયામાં રાજ્ય અને કેન્દ્રીય શાસિત પ્રદેશના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાઈ

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin