દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન એનસીસીને વધુ પ્રોત્સાહન આપવા પર ચર્ચા થઇ હતી. એનસીસી વધુ પડતી માહિતી વિસ્તારપૂર્વક આપી હતી અને ખાસ કરીને બટાલીયન વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અધિકારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી અને સર્વેએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.દીવમાં એનસીસી સબબ ખૂબ પ્રોત્સાહન મેળવી ચુકી છે અને તેમણે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. સ્થાનિક વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી રહી છે. દીવથી દિલ્હી સુધી આપણા ભારત દેશનું નામ રોશન કર્યુ છે અને તેમાં વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે દીવમાં હોનહાર વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં મહેનત કરે છે.દીવમાં એનસીસીને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે સબબ કલેકટર કોન્ફરન્સ હૉલમાં એડીજી એનસીસી ડાયરેકટર દમણ- દીવ દાદરાનગર હવેલી અને ગુજરાતના અરવિંદ કપુર અને દીવ કલેકટર સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હાલની એનસીસીની પરિસ્થિતિ અને ભવિષ્યમાં એનસીસી માટે શું કરી શકાય તે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેટ વિવેકકુમાર ગુજરાત બટાલીયન જુનાગઢના રાજેશ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
