Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 4 ફલાઇટમાં 796 વિદ્યાર્થીઓ દેશમાં પરત ફર્યા

ઓપરેશન ગંગમાં ભારતીય વિદ્યાર્થીને પરત લાવવા માટે સતત ગતી તેજ કરવામાં આવી છે. જેમાં આજે રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં વાયુસેનાની ફલાઇટોમાંથી 796 વિદ્યાર્થીઓ દેશમાં પરત ફર્યા છે. સી 17 ગ્લોબ ગઈંકાલે સવારે 4.30 કલાકે નીકળ્યા હતા ત્યારે આજે એક પછી એક એમ રાત્રેથી સવાર સુધીમાં 4 ફલાઇટો આવી છે.

રાત્રે 1.20 કલાકે એક ફલાઇટ રોમાનિયા થી આવી હતી બીજી ફલાઇટ 208 વિદ્યાર્થીઓ સાથે હંગેરી થી આવી હતી જ્યારે ત્રીજી ફલાઇટ વહેલા 4 વાગ્યા ની આસપાસ અન્ય 208 વિદ્યાર્થીઓ સાથે આવી હતી તો સવારે 8 વાગે અન્ય એક ફલાઇટ રોમાનિયા થી પરત આવી હતી એમ 4 ફલાઇટ પરત ફરી છે.

અત્યાર સુધી 4000થી વધુ ભારતીયો ઘરે સુરક્ષિત લવાયા છે. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓનું સ્વદેશમાં તેમના માતા પિતા પરિવારજનો રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ પણ 7 હજારથી વધુ ભારતીયો ત્યાં ફસાયા છે. ત્યારે આગામી 24થી 48 કલાકની અંદર બીજા 15 એર વિમાનો ભારત આવવાના હતા જેમાં હજુ પણ 8 જેટલી ફલાઇટ આવશે.

વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો ઘણી દયનીય સાબિત થઇ રહી છે. વીડિયો કોલ થી વિદ્યાર્થીઓએ તેની જાણકારી પણ આપી રહ્યાં છે કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. હજુ પણ વિધ્યાર્થીઓ સરહદ પાર ફસાયા છે.

संबंधित पोस्ट

‘ये है भारत का तिरंगा, कभी झुकेगा नहीं’, न्यू यॉर्क में अल्लू अर्जुन का डायलॉग वायरल

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News

ભારતની સાવિત્રી જિંદાલ એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે

Karnavati 24 News

શ્રીલંકામાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ મહત્વની સરકારી ઇમારતોને ખાલી કરી દેશે

Karnavati 24 News

તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

Karnavati 24 News

અમેરિકી એરપોર્ટ પર આજથી 5G લાગુ થતા એર ઈન્ડિયાએ ઘણી ફ્લાઈટ્સ કરી કેન્સલ , જાણો શું છે આ ટેક્નોલોજીના જોખમો

Karnavati 24 News