Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઇ રહ્યું છે. નાણા મંત્રી કનુ દેસાઇ દ્વારા પ્રથમ વખત બજેટ રજૂ કરાશે. આ પહેલા જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું અને એ સમયે કેટલું કદ હતું વગેરે બાબતોથી અવગત થવું પણ જરૂરી છે.આજથી 22 સપ્ટેમ્બર 1960નું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જીવરાજ મહેતાના સમયમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે એ વિશે વધુ ખ્યાલ પણ લોકોને બજેટના મહત્વ વિશે અત્યાર જેટલો નહતો. આ ઉપરાંત કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ થઈ હતી જ્યારે અત્યારે ગાંધીનગરમાં વિધાનસભાથી આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આજે કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે પરંતુ જીવરાજ મહેતા દ્વારા પહેલુ બજેટ રજૂ કરાયું હતું.પહેલા બજેટમાં જે મહેસૂલી આવક હતી તેમાં અત્યાર અને પછીમાં જમીન આસમાનનાે ફર્ક છે કેમ કે, 54.25 કરાેડ મહેસુલી આવક પહેલા બજેટ સમયે હતી. 58.12 કરોડ પહેલા બજેટનો ખર્ચ હતો એ પણ વાતના ભૂલવી જોઇએ, 2,27,028 કરોડનું બજેટ ગત વખતે રજૂ કરવામાં આવ્યુ હતું. 3 વાર લોકસભામાં બજેટ રજૂ કરાયું છે. રાષ્ટ્રપતિ શાસન હોવાથી આ રીતે લાગુ કરાયું હતું બજેટ. આ ઉપરાંત 20 અંદાજપત્ર લેખાનુદાન રુપે રજૂ થયા હતા. પહેલા બજેટ વિશે જાણવા જેવું22 સપ્ટે. 1960નું પહેલું બજેટ હતું.કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ થઈ હતીજીવરાજ મહેતા દ્વારા પહેલુ બજેટ રજૂ કરાયું હતું.54.25 કરોડ મહેસુલી આવક પહેલા બજેટ સમયે હતી.58.12 કરોડ પહેલા બજેટનાે ખર્ચ હતાે.3 વાર લોકસભામાં બજેટ રજૂ કરાયું છેરાષ્ટ્રપતિ શાસન હોવાથી આ રીતે લાગું કરાયું હતું બજેટ20 અંદાજપત્ર લેખાનુદાન રુપે રજૂ થયા હતા55 સામાન્ય, 20 બજેટ વચગાળાના હતા

संबंधित पोस्ट

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News

મેગા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (મેગા ITI) કૂબેરનગર ખાતે આજે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat Desk

ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI)દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન

Gujarat Desk

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

Gujarat Desk

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર ૬ મહિનામાં ૧૦ હજારથી વધુ વયસ્કોએ લાભ મેળવ્યો

Gujarat Desk
Translate »