યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ વચ્ચે જ્યોતિષી જયપ્રકાશ માઢકની આગાહી, પાકિસ્તાનના બે ટૂકડા થશે, ભારત અખંડ બનશેરશિયા-યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમરેલી જિલ્લાના લીલીયાના જ્યોતિષી જયપ્રકાશ માઢકે મોટી આગાહી કરી છે. જયપ્રકાશ માઢકે ભારત અખંડ બનશે અને પાકિસ્તાનના બે ટુકડા થશે તેવી પણ આગાહી કરી છે.રશિયા અને યૂક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યુ છે તે અણુયુદ્ધમાં પલટાશે કે નહી તે એક કૂતુહલનો વિષય છે. રશિયાના રાષ્ટ્રપતિ છે પુતિન જે પોતાના કુટુંબ સાઇબેરિયા મોકલી દીધુ છે. તેનો ઇરાદો અણુ બોમ્બ નાખવાનો હોય અને કોઇ વળતો હુમલો કરે તો તેનો તો બચાવ થાય. અણુ બોમ્બ આ યુદ્ધના પરિણામે ચિત્રમાં આવશે કે નહી તેની વાત કરૂ તો આ નાટો દેશ યુરોપના દેશ અને રશિયા વચ્ચે ઝેરના બીજ વવાઇ ગયા છે અને તે છોડ થઇને ઝાડ પણ બની ગયા છે અને વિશના ફળ આવ્યા વગર રહે નહી.અમેરિકાએ જાપાનના બે શહેરો પર 1945માં અણુ બોમ્બ નાખ્યા હતા. એના કર્મના ફળ રૂપે અમેરિકાના બે સ્થળો પર કોઇ અણુ બોમ્બ નાખશે. વ્યક્તિનું કર્મ વ્યક્તિએ ભોગવવુ પડે, જાતિનું કર્મ જાતિએ ભોગવવુ પડે અને રાષ્ટ્રનું કર્મ રાષ્ટ્રે ભોગવવુ પડે. પુરી શ્કયતા છે કે ભવિષ્યમાં અમેરિકા ઉપર રશિયા, ચીન, ઉત્તર કોરિયા કે ઇરાન કોઇ અણુબોમ્બ નાખશે.રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ગ્રહની દ્રષ્ટીએ જોઇએ તો મકર રાશીમાં છ ગ્રહ ભેગા થઇ ગયા, પહેલા તો શનિ અને પ્લૂટો ભેગા હતા. ધીમે ધીમે મંગળ ભર્યો, એ યુદ્ધનો ગ્રહ કહેવાય છે. ચંદ્ર, શુક્ર અને બુધ ભળ્યા અને તેને કારણે વાતાવરણ વિસ્ફોટક બની ગયુ અને તેને કારણે યૂક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયુ.યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. અણુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ચીન પણ અમેરિકા સાથે સંઘર્ષમાં છે. ઉત્તર કોરિયા અને ઇરાન અમેરિકા સાથે બાખડી પડ્યા છે. સાઉથ ચાઇના સીમાં પણ વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે. આવી બધી પરિસ્થિતિમાં ભારત તટસ્થ રહેશે અને અહિંસક દેશ છે. આર્ય સિવાયની સંસ્કૃતિ છે જે વિદેશમાં તે મહદઅંશે નષ્ટ થઇ જશે અને ભારતનો જમાનો આવશે.એક ગ્રંથ છે તેમાં એવુ લખેલુ છે ભવિષ્યમાં કેટલા મહારાજ્ય અસ્તિત્વમાં આવશે જેમાં અખંડ ભારતનું મહારાજ્ય અસ્તિત્વમાં આવશે. આપણે કંદહાર સુધી પહેલા રાજ્ય હતુ. પીઓકે લઇ લેવાની વાત છે તે આપણામાં જ હતું. જાપાન અને ચીન ચીનના ટુકડા થશે અને પાકિસ્તાનના પણ ટુકડા થશે. ચીનના ટુકડા અમેરિકા કરશે. ચીન જાપાનમાં ભેળવીને જાપાનું મહારાજ્ય થશે. તુર્કસ્તાન, અરબસ્તાન અને કેટલાક મુસ્લિમ રાષ્ટ્રોનું પણ મહારાજ્ય અસ્તિત્વમાં આવશે. ઇજિપ્તશીયન રાજ્ય અસ્તિત્વમાં આવશે.(આ દાવો જ્યોતિષી દ્વારા કરવામાં આવ્યો છે આ દાવાને લઈને ન્યૂઝરીચ સાથે કોઈ સંબંધ નથી)

previous post