Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

સીડનીમાં હોલીડે ક્રુઝમાં 800 મુસાફરો મળ્યા કોરોના પોઝિટિવ, અધિકારીઓએ અધવચ્ચે અટકાવ્યું જહાજ

કોરોનાના કેસએ ફરી માથુ ઉંચક્યું છે. જેમાં આજે એક હોલિડે ક્રુઝમાં 800 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ જહાજને ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડોક કરવામાં આવ્યું છે. મેજેસ્ટીક પ્રિન્સેસ ક્રુઝ શિપ ન્યુઝીલેન્ડથી પ્રસ્થાન કર્યું હતું અને તેમાં લગભગ 4,600 મુસાફરો અને ક્રૂ સવાર હતા. ક્રુઝ ઓપરેટર કાર્નિવલ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું કે, આ મુસાફરી 12 દિવસની હતી જેમાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઑસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના પ્રધાન ક્લેયર ઓ’નીલે શનિવારે લોકોને આશ્વાસન આપ્યું હતું.

જહાજમાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ

જણાવી દઈએ કે, મોટી સંખ્યામાં મુસાફરોના કોરોના પોઝિટિવ હોવાની જાણ થતા હોબાળો મચી ગયો હતો. જહાજની કામગીરી તાત્કાલીક અટકાવી દેવામાં આવી હતી. ક્લેયર ઓ’નીલે જણાવ્યું હતું કે, અધિકારીઓએ નિયમિત પ્રોટોકોલ મૂક્યા છે અને ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થ મેજેસ્ટિક પ્રિન્સેસ જહાજમાંથી મુસાફરોને કેવી રીતે બહાર કાઢવા અંગે નક્કી કરવામાં આગેવાની લેશે. રીપોર્ટમાં કહેવાયું છે કે, તે મુસાફરો અને ક્રૂ સભ્યોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ક્રુઝ શિપ ક્રૂ સાથે કામ કરી રહી છે. કંપનીના પ્રમુખ માર્ગુરેટ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

2020માં પણ કોરોનાના 900 કેસ મળ્યા હતા

જણાવી દઈએ કે, વર્ષ 2020ની શરૂઆતમાં પણ આ જ કંપનીના રૂબી પ્રિન્સેસ ક્રૂઝ શિપમાં લગભગ 900 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાં લગભગ 28 લોકોના મોત થયા હતા.

संबंधित पोस्ट

આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

Karnavati 24 News

ઋષિ સુનક માટે બ્રિટનના પીએમ બનવું આસાન નથી, આ મહિલા નેતા આપી રહી છે ટક્કર

Karnavati 24 News

ભારત પર નવી આફત આવી શકે છે ?? જાણો શું છે કારણ ?? India With Russia ??

Karnavati 24 News

સીરિયા રોકેટ એટેકઃ સીરિયન શહેરમાં રોકેટ હુમલામાં છના મોત, 30 ઘાયલ

Karnavati 24 News

બ્રાઝિલની બે શાળાઓમાં બંદૂકધારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ત્રણના મોત, 11 ઘાયલ

Admin

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ

Karnavati 24 News