સનાતન ધર્મમાં ભગવાન શિવની ભક્તિનું વિશેષ મહત્વ છે. દરેક મહિનામાં આવતી શિવરાત્રી શિવજીની પ્રિય તો છે જ, ફાગણની શિવરાત્રીનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ધામ ધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 1 માર્ચે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આજે મહાશિવરાત્રીના ખાસ પ્રસંગે જાણીયે કે અંતે કેમ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે.શિવલિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હતા શિવજીધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ શિવલિંગ સ્વરૂપમાં પ્રથમ વખત પ્રગટ થયા હતા. શિવનો પ્રાકટ્ય જ્યોતિર્લિગ એટલે કે અગ્નિના શિવલિંગૂના રૂપમાં હતા, જેનો ના તો આદિ હતો અને ના તો અંત. શાસ્ત્રો અનુસાર, શિવલિંગને શોધવા માટે બ્રહ્માજી હંસ રૂપમાં શિવલિંગના સૌથી ઉપરના ભાગને જોવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તે સફળ થઇ શક્યા નહતા. ભગવાન વિષ્ણુ પણ વરાહ રૂપ લઇને શિવલિંગનો આધાર શોધી રહ્યા હતા પરંતુ તેમણે પણ આધાર મળ્યો નહતો.દ્વાદશ જ્યોતિર્લિગ થયા હતા પ્રકટશિવ પુરાણમાં કહેવામાં આવ્યુ કે મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં 12 દ્વાદશ જ્યોતિર્લિગ પ્રકટ થયા હતા. જેમાં સોમનાથ જ્યોતિર્લિગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિગ, કેદારનાથ જ્યોતિર્લિગ, ભીમાશંકર જ્યોતિર્લિગ, વિશ્વનાથ જ્યોતિર્લિગ, ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગ, વૈધનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોર્તિલિંગ, રામેશ્વર જ્યોર્તિલિંગ અને ધૂષ્ણેશ્વર જ્યોર્તિલિંગ સામેલ છે. શિવ જીના આ 12 જ્યોર્તિલિંગોના પ્રકટ થવામાં ઉપલક્ષ્યમાં મહાશિવરાત્રી મનાવવામાં આવે છે.શિવ જી અને માં પાર્વતીનું મિલનમહાશિવરાત્રીને લઇને શિવ પુરાણમાં કેટલીક રસપ્રદ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક કથા અનુસાર શિવ જીને પતિ રૂપમાં મેળવવા માટે માં પાર્વતીએ કઠિન તપસ્યા કરી હતી અને ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ તેમણે માં પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. માટે આ દિવસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
