Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

સિદ્ધપુર તાલુકાનાં કલાણા ગામે આવેલી એક દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચાંદીનાં દાગીના અને ચાંદીની મુર્તિઓ મળી કુલે રૂ 26000ની મતાની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરનાં રાણીની વાવ જવાનાં માર્ગે આવેલી સૃષ્ટીવિલા સોસાયટીમાં રહેતા અને સિદ્ધપુર નાં કલ્યાણ ગામે દુકાન ધરાવતા કુણાલભાઇ હર્ષદભાઇ રામી છેલ્લા ત્રણેક વર્ષથી સિદ્ધપુરનાં કલ્યાણ ગામે ભાડેથી દુકાન રાખીને અહી પાટણથી ચાંદીનાં તૈયાર દાગીના લાવી વેચવાનો વેપાર કરે છે. તેમની દુકાનમાંથી ગત તા. 16મી અને તા. 17મી દરમ્યાન કોઈ શખ્સ દુકાનનાં પાછલા ભાગમાં આવેલા લાકડાનાં દરવાજાને તોડીને દુકાનમાં પ્રવેશ્યો હતો. અને અંદર દુકાનનાં ટેબલનાં ખાનામાં મુકેલા ચાંદીનાં દાગીના જેવા કે મંગળસૂત્ર, વિંટી ઓ અને અન્ય દાગીનાઓ તથા ચાંદીની મૂર્તિ મળી કુલ નંગ-110ની કિંમત રૂ. 26000ની મતાની ચોરી કરી ગયો હતો. જે અંગેની તેમને જે તે વખતે કોઈએ ફોન કરતાં તેઓ દુકાને દોડી ગયા હતા. અને અત્યાર સુધી પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ તેમને આ ચોરી અંગે કોઈ જાણકારી ન મળતાં તેમણે ફરીયાદે નોંધાવી હતી. બનાવની તપાસ ચાલી રહી છે.

संबंधित पोस्ट

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin

फरीदाबाद: पार्क में एक महिला का निर्वस्त्र शव, गुप्तांग में डाला हुआ था लोहे का पाइप

Admin

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચર્યુ દુષ્કર્મ

Karnavati 24 News

એભલ દ્વારા નજીકથી એક ઈસમ હથિયાર સાથે ઝડપાઇ જતાં પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી

Karnavati 24 News

દાહોદ શહેરની એક મંદ બુદ્ધિ યુવતી નું અપહરણ કરી લઇ જતા દાહોદ એ ડિવિઝન પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Translate »