Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

મહિલા વર્લ્ડ કપ 2022ની શરૂઆત 4 માર્ચ 2022થી થાય છે. જ્યારે તેની ફાઈનલ મેચ 3 એપ્રિલના રોજ રમાશે. ભારતીય મહિલા ટીમે છેલ્લે 2017ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જેમાં તેની કારમી હાર થઇ હતી.
ભારતીય મહિલા ટીમ (Indian Women Team)ની સુકાની મિતાલી રાજ (Mithali Raj) એ વર્લ્ડ કપ (Women’s World Cup 2022) પહેલા યુવા ખેલાડીઓને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. મિતાલી રાજને ભરોસો છે કે યુવા ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા સારૂ પ્રદર્શન કરશે. તેણે વધુમાં કહ્યું કે ઘણા ખેલાડીઓએ એ કરી બતાવ્યું છે કે તે આ કક્ષાએ સારૂ પ્રદર્શન કરી શકે છે.

ભારતીય ટીમે વર્લ્ડ કપથી પહેલા ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચની વન-ડે સીરિઝ રમી હતી. ભારતીય ટીમે આ સીરિઝમાં 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે અંતિમ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને માત આપી હતી. તેનાથી ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે.

યુવા ખેલાડીઓ પર અમને ભરોસો છેઃ મિતાલી રાજ
ભારતીય ટીમની જો વાત કરીએ તો ઘણા યુવા ખેલાડીઓ એવા છે કે આ વખતે પહેલીવાર વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. મિતાલી રાજે તે બધા પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી છે. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા પ્રેસ કોન્ફરન્સ સમયે તેણે કહ્યું કે “અમે ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં તક આપી છે. તેમાંથી ઘણા ખેલાડીઓએ કરી બતાવ્યું છે કે તેમનામાં ઘણો દમખમ રહેલો છે.

ત્રુચા ઘોષ, શેફાલી વર્મા, મેઘના સિંહ અને પુજા વાસ્ત્રકર જેવા યુવા ખેલાડીઓ અમારી ટીમમાં છે. આ બધાને વર્લ્ડ કપ પહેલા ઘણો સારો સમય મળ્યો છે અને આ સીરિઝથી તેમને ઘણો ફાયદો થશે. તેને બાદ કરતા એક કેપ્ટન તરીકે મને પણ જાણવાની તક મળી કે ટીમ કોમ્બિનેશન કઈ પ્રકારનું રહી શકે છે અને આ ખેલાડી ક્યા સ્થાન પર ફિટ બેસે છે.”

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે 2017ના વર્લ્ડ કપમાં ફાઈનલ સુધીની સફર કરી હતી. જોકે તેમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મિતાલી રાજ પોતાના અંતિમ વર્લ્ડ કપમાં ટીમને જરૂર ચેમ્પિયન બનાવવા માંગશે.

संबंधित पोस्ट

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

કોલકાતામાં લૉર્ડ્સની બાલકની જેવો પંડાલ, સૌરવ ગાંગુલીએ પહોચીને તિરંગો લહેરાવ્યો

T20 વર્લ્ડ કપ: 10 એવી બાબતો જે સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા માટે T20 વર્લ્ડ કપ જીતવો અસંભવ જ હતો

Karnavati 24 News

IND vs WI: ઋષભ પંતે શા માટે ઓપનિંગ કરાવ્યું? શું તેને ફરીથી તક મળશે? રોહિત શર્માએ આપ્યો જવાબ

Karnavati 24 News

PAK Vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું, સેમીફાઇનલમાં પહોંચી

Admin

IPL 2022: અમદાવાદ ફ્રેન્ચાઈઝીની ટીમનું નામ જાહેર, આ વર્ષે 10 ટીમો આવશે આમને-સામને

Karnavati 24 News
Translate »