જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને તમામ ભૌતિક સુખનું કારક માનવામાં આવે છે. તે તુલા રાશિ અને વૃષભનો સ્વામી છે. જેની કુંડળીમાં આ ગ્રહ પ્રબળ છે, તેને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, શુક્ર ગ્રહને તમામ ભૌતિક સુખનું પરિબળ માનવામાં આવે છે. આ ગ્રહના પ્રભાવ હેઠળ રહેલા લોકોને તેમના જીવનમાં ઘણી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મળે છે.કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત ના હોય તેનો અશુભ પ્રભાવ તમારા જીવન પર પડે છે અને તમારા કોઈ પણ કાર્ય સફળ નથી થઈ શકતા. આ સાથે જ ધન હાની, ત્વચામાં વિકાર, ગુપ્તરોગ, પારિવારિક જીવનમાં પરેશાની, જીવનસાથી સાથે સંબંધ બગાડવા જેવી સમસ્યા થવા લાગે છે. ત્યારે આવો જાણીએ શુક્રને મજબુત કરવા શું કરવું જોઈએ….સફેદ વસ્તુનું સેવન કરોસફેદ રંગને શુક્ર સાથે જોડાયેલો માનવમાં આવે છે. તેથી આ રંગની વસ્તુને જીવનમાં સામેલ કરો. જેથી શુક્ર મજબૂત થઈ છે. તમે ખાવામાં સાબુદાણા, દૂધ, ખીર, દહીંને વધારે ખાવું જોઈ એ આ ઉપયોગ કરવાથી શુક્ર મજબૂત બને છે.મીઠાનું દાન કરોસફેદ મીઠાનું દાન કરવાથી શુક્ર ગ્રહનો પ્રભાવ સારો પડે છે. જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો તમારે મહિનામાં એક વાર મીઠાનું દાન કરવું જોઈએ અને સાથે સફેદ રંગના કપડાંનું પણ દાન કરવું જોઈએ.
