Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સોલા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઉત્તર પ્રદેશથી ભૂલા પડેલા મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું



એક મહિનાથી ઘર વિહોણા થયેલા અસ્થિર મગજના બહેનને મળ્યો સખી વન સ્ટોપ સેન્ટરનો સહયોગ

(જી.એન.એસ) તા. 4

અમદાવાદ,

ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ હેઠળ પુરસ્કૃત અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળના સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 હેલ્પલાઈન દ્વારા ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરમાં અસ્થિર મગજના મહિલા કમળાબહેનને(નામ બદલેલું છે.) આશ્રય માટે મુકવામાં આવ્યા હતા.

કમળાબહેન સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં આવ્યા ત્યારે તેમણે પોતાના વિશે કોઈપણ પ્રકારની માહિતી આપી ન હતી. ધીમે ધીમે સોલા સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા કમળાબહેન માટે ઘર જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. બહેને ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફને તેમના પરિવારનું નામ અને સરનામું આપ્યું હતું.

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કમળાબહેનના આપેલા સરનામા મુજબ તેમના પરિવારની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેમનો પરિવાર મળી શક્યો ન હતો.

આ સમયમાં પીડિતા કમળાબહેનનું કાઉન્સેલિંગ સતત ચાલુ જ હતું. કાઉન્સેલિંગ બાદ કમળાબહેનને પરિવાર વિશે પૂછવામાં આવતા તેમણે તેમના બહેનનો સંપર્ક નંબર આપ્યો હતો. તેમના બહેનનો સંપર્ક કરવામાં આવતા કમળાબહેનના ભાઈ અને જીજાજી ઉતરપ્રદેશથી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે(સોલા) આવી પહોંચ્યા હતા.

કમળાબહેનના ભાઈએ તેમને સુરક્ષિત જગ્યાએ જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. કમળાબહેનના ભાઈ પાસેથી જાણવા મળ્યું હતું કે, કમળાબહેનના પતિ આજથી ચૌદ વરસ પહેલા અવસાન પામ્યા હતા. પતિના અવસાન બાદ તેમનું મગજ અસ્થિર થઈ ગયું છે.

પીડિતા કમળાબહેન છેલ્લા 1 મહિનાથી ગુમ થયા હતા અને આમ ભટકતું જીવન વિતાવી રહ્યા હતા. પરિવારનો સંપર્ક કર્યા બાદ પીડિતાની તેમના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. આમ, એક મહિનાથી ઘર વિહોણા થયેલ બહેનને સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી તેમનો પરિવાર ફરીથી મળ્યો.

संबंधित पोस्ट

ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3%: NCAER રિપોર્ટ

Gujarat Desk

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકતા માનવ સાંકળ યોજાઈ : ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા

Admin

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવનું આયોજન

Gujarat Desk

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે સોનેરી તક

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk
Translate »