(G.N.S) Dt. 31
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) સાથે જેના પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે કે, તમામ રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે RERA એક્ટ હેઠળ ફોર્મ-૫ (વાર્ષીક ઓડિટ રીપોર્ટ એટલે કે વાર્ષીક પત્રક) ભરવું ફરજીયાત છે
પ્રોજેક્ટ્સ માટે ફોર્મ-૫ ભરવામાં કસૂર કરનારા પ્રમોટર્સને માત્ર એક વખત વધારાની તક મળી રહે તે હેતુથી ખાસ કિસ્સામાં, ગુજરેરા દ્વારા આવા પ્રમોટર્સને તમામ બાકી રહેલા ફોર્મ-૫, આગામી તા. ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં ઓર્ડર નંબર-૧૦૨ થી નિયત થયેલ જોગવાઇ મુજબ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ (VCS-25) હેઠળ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે.
ઉપરોક્ત જોગવાઈઓ અને સમયમર્યાદાનું પાલન નહી કરે તેવા પ્રમોટર્સ RERA એક્ટ હેઠળ બનાવેલા નિયમો અને વિનિયમો અનુસાર કાયદાકીય/દંડકીય કાર્યવાહીને પાત્ર રહેશે. આવી કાર્યવાહીના ભાગરૂપે પ્રોજેક્ટ સાથે સંકળાયેલ RERA બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે.
આથી ભારે દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે ઉક્ત સમયમર્યાદા અને કાયદાકીય જોગવાઇઓનું ફરજીયાત પાલન કરવા ગુજરેરા દ્વારા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે. ગુજરેરા ઓથોરિટીનો ઓર્ડર નંબર-૧૦૨ ગુજરેરાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.