(જી.એન.એન) તા.૧૨
ગાંધીનગર,
ચૈતન્ય સ્કૂલ લેકાવાડા ગાંધીનગર મુકામે સ્વામી વિવેકાનંદની 162 મી જન્મ જયંતી નિમિત્તે મેરેથોન (મીની) વોક – દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર દેશમાં તારીખ ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રના યુવાઓ માટે પ્રેરણાદાઈ રહ્યા છે. વિશ્વ વિભૂતિ શ્રી સ્વામી વિવેકાનંદની ૧૬૨ મી જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ ચૈતન્ય સ્કૂલ દ્વારા એરાઈજ , અવેક એન્ડ રિયલાઈજ ધ પાવર યુ હોલ્ડ થીમ ઉપર મેરેથોન (મીની) દોડનું આયોજન તા.૧૧ મી જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કુડાસણ ખાતેથી કરવામાં આવ્યું હતું. ચૈતન્ય સ્કૂલ દ્વારા આયોજિત મેરેથોન (મીની) વોક – દોડનો આરંભ અરબેનિયા સર્કલ કુડાસણ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ દોડ કુલ ૪.૩૦ કિલોમીટરની રહી હતી. સરગાસણ ખાતે આ દોડ પૂર્ણ થઈ હતી.આ વર્ષની થીમ: એરાઈજ, અવેક એન્ડ રિયલાઈજ ધ પાવર યુ હોલ્ડ -ને શાળાના મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આબેહૂબ રીતેપૂર્ણ કરાયેલ. વિવેકાનંદજીના સિદ્ધાંત થી યુવાપેઢીને પ્રેરણા બળ આપવાનો આ નમ્ર પ્રયાસ કરાયેલ છે. ચૈતન્ય સ્કૂલ દ્વારા આયોજિત મેરેથોન(મીની) દોડ ઉજવણીમાં શાળાના ડાયરેક્ટર શ્રીમતી એલિઝાબેથકોશી, ટ્રસ્ટી શ્રીમતી નલીની સુબારાવ અને શાળાના ટ્રસ્ટીગણ (સિનિયર નિવૃત્ત આઈએએસ/આઇપીએસ અધિકારીશ્રીઓ)તથા મુખ્ય વહીવટી અધિકારીશ્રી નિપુલ ઠાકર, આચાર્ય શ્રીમતી સ્વાતિ માટ્ટા, શિક્ષકશ્રીઓ અને શાળા પરિવારના સર્વે ભાઈ બહેનો મેરેથોન(મીની) દોડમાં ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.