Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

2017 માં પ્રસારણ હકમાંથી BCCI ને 16,000 કરોડ રુપિયાની રકમ મળી હતી, નવા ટેન્ડરમાં આ રકમ અકલ્પનિય બની શકે છે.
ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL 2022) ની શરુઆત થવાની હવે રાહ જોવાઇ રહી છે. ટીમો નક્કિ થઇ ચુકી છે અને પ્રેકટીશ સેશન પણ ટૂંક સમયમાં શરુ થઇ શકે છે. જોકે આ માટે લીગની મેચો ક્યાં યોજાશે તે પ્લાનીંગની પણ એટલી જ રાહ જોવાઇ રહી છે. જોકે આ દરમિયાન આઇપીએલ ના મીડિયા અને ડિજિટલ રાઇટ્સ (IPL Media and Digital Rights) વેચવાને લઇને BCCI કાર્યવાહી કરી રહ્યુ છે. ટૂંક સમયમાં બીસીસીઆઇ રાઇટ્સને લઇને નિર્ણય જાહેર કરી શકે છે. જોકે આ વખતે BCCI ને દરવખતના પ્રમાણમાં વધારે પૈસા મળશે. આ પ્રકારે ધનવર્ષા થાય એ પણ સ્વાભાવિક છે, કારણ કે દુનિયામાં સૌથી વધુ આકર્ષણ ધરાવતી ક્રિકેટ લીગ છે.

આઇપીએલના ડિજિટલ રાઇટ્સ માટે એક અંદાજ મુજબ 50 હજાર કરોડ રુપિયા મળી શકે છે. જે અગાઉના પ્રમાણમાં ત્રણ ગણી રકમ છે. બીસીસીઆઇ એ આ પહેલા 2017માં પ્રસારણ કર્તા સ્ટારને રાઇટ્સ આપ્યા હતા અને તે માટે 16,347.5 કરોડ રુપિયાની રકમ મળી હતી. જોકે આ વખતના રાઇટ્સ આપવામાં મીડિયા અને ડિજિટલ એ બંને અલગ અલગ રીતે રાઇટ્સ વેચવાની વાત છે. જેને લઇને બીસીસીઆઇને ખૂબ ફાયદો મળી શકે છે. કારણ કે હવે ડિજિટલ માધ્યમમાં પણ સ્પર્ધા કાંટાની બની ચુકી છે અને તેનો લાભ બીસીસીઆઇ ઉઠાવી શકે એમ છે, કારણ કે આઇપીએલ પણ ખૂબ જ આકર્ષણ ઘરાવે છે.

બોલી અકલ્પન્ય હશે, સ્ટ્રેટેજિક વેલ્યુ કરાવશે ફાયદો
મીડિયા રિપોર્ટ્સમાં સુત્રો મુજબ આઇપીએલના પાંચ વર્ષના મીડિયા રાઇટ્સ માટે 50 હજાર કરોડ રુપિયાની બોલી લાગી શકે છે. સુત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, મીડિયા રાઇટ્સની વેલ્યુ એટલી હશે કે જેટલી કોઇએ વિચારી પણ નહી હોય. જો તમે નફો અને નુક્શાનની દૃષ્ટીએ જોવામાં આવે તો, વેલ્યુ 30-32 હજાર થી વધારે ઉપર જઇ શકે એમ નથી. જોકે સ્ટ્રેટેજિક વેલ્યૂના હિસાબ થી વેલ્યુમાં વધારો થશે. દરેક પ્લેયર તેમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

આ વખતે ડિજ્ની પ્લસ સ્ટાર ઉપરાંત સોની, અમેઝોન પ્રાઇમ વિડીયો અને વાયાકોમ 18 પણ ટક્કરમાં સામેલ છે. જેને લઇને બિડીંગમાં ટક્કર મજબૂત રહેશે. આમ તો ટેન્ડરને ગત 10 ફેબ્રુઆરીએ જ ખોલવાના હતા. પરંતુ બીસીસીઆઇ હજુ પણ ડોક્યુમેન્ટ બનાવવામાં વ્યસ્ત છે. જેના કારણે ટેન્ડરની પ્રક્રિયા મોડી પડી છે.

બીસીસીઆઇ અધ્યક્ષે પણ સંકેત આપ્યા હતા
આ પહેલા સૌરવ ગાંગુલીએ પણ ટેન્ડરમાં બોલી ઉંચી લાગી શકવાના સંકેત આપ્યા હતા. ગત વર્ષે જ તેઓએ કહ્યુ હતુ કે, આઇપીએલના મીડિયા રાઇટ્સ 40 હજાર કરોડના આંકડાને પાર કરી જશે. આમ ગાંગુલીના બોલ બાદ થી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, બોલી 40 થી 50 હજારની વચ્ચે રહી શકે છે. પરંતુ 2021 અને 2022 માં અનેક સુધારાઓ આ બાબતે જોવા મળી શક્યા છે અને જેને લઇ બીડ અકલ્પનિય ખૂલવાનુ એક્સપર્ટ માની રહ્યા છે.

संबंधित पोस्ट

પ્રો કબડ્ડી લીગ 8: કબડ્ડીના વિવિધ પ્રકારો અને તેના નિયમો, રમવાની પદ્ધતિ વિશે જાણો

Karnavati 24 News

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

Karnavati 24 News

ડી વિલિયર્સ આવતા વર્ષે IPLમાં જોડાશેઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનનું સમર્થન, કહ્યું- હું ચોક્કસથી RCBનો ભાગ બનીશ,

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા

Karnavati 24 News

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News