Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતે વન ડે સીરિઝમાં વિન્ડીઝના સૂપડા સાફ કર્યા, 3-0થી શ્રેણી જીતી

ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં આયોજિત ત્રીજી વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 119 રને હરાવ્યુ હતુ. આ જીત સાથે જ શિખર ધવનની આગેવાની ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમે વન ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝને 3-0થી ક્લિન સ્વિપ કર્યુ હતુ.ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરમાં વન ડે સીરિઝમાં સૂપડા સાફ કર્યા છે. ટીમ ઇન્ડિયાની આ જીતના હીરો ઓપનર શુભમન ગિલ રહ્યો હતો જેને અણનમ 98 રન બનાવ્યા હતા.

ડકવર્થ લુઇસ નિયમ હેઠળ વેસ્ટ ઇન્ડીઝને 35 ઓવરમાં 257 રનનો પડકાર મળ્યો હતો પરંતુ તેના બેટ્સમેન એક એક કરીને આઉટ થતા ગયા હતા. વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ 26 ઓવરમાં 137 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે કેપ્ટન નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગ જ મેદાન પર થોડી વાર માટે ટકી શક્યા હતા. કિંગ અને પૂરને 42-42 રન બનાવ્યા હતા. આ સિવાય શાઇ હોપ 22 રન અને હેડન વોલ્શ જૂનિયર જ ડબલ અંકમાં પહોચી શક્યા હતા.

ચહલની ચાર વિકેટ

વેસ્ટ ઇન્ડીઝના ચાર ખેલાડી ડક પર આઉટ થયા હતા. ભારત તરફથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

વરસાદને કારણે સદી ચુક્યો ગિલ

ટો, જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ધવને 58 રનની ઇનિંગમાં સાત ફોર ફટકારી હતી. ભારતની ઇનિંગની 24 ઓવર પૂર્ણ થયા બાદ વરસાદને કારણે મેચને રોકવામાં આવી હતી અને મુકાબલાને 40 ઓવરનો કરવામાં આવ્યો હતો.

શ્રેયસ અય્યર બાદ ક્રીઝ પર ઉતરેલો સૂર્યકુમાર યાદવ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. જ્યારે 36 ઓવર પુરી થયા બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટે 225 રન હતો ત્યારે ફરી વરસાદ પડ્યો હતો અને ભારતીય ઇનિંગને સમાપ્ત કરવી પડી હતી. વેસ્ટ ઇન્ડીઝને તે બાદ ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 35 ઓવરમાં 257 રનનો પડકાર મળ્યો હતો. શુભમન ગિલે 98 બોલમાં 2 સિક્સર અને સાત ફોરની મદદથી અણનમ 98 રન બનાવ્યા હતા. જો વરસાદ ના પડ્યો હોત તો શુભમન ગિલ વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી શક્યો હોત.

संबंधित पोस्ट

આજે કરો યા મરો નો મુકાબલો,ભારત Vs શ્રીલંકા સાંજે 7.30 વાગે,ભારત આજના મુકાબલામાં ફેવરિટ

Karnavati 24 News

https://karnavati24news.com/news/13694

Karnavati 24 News

IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

Karnavati 24 News

T20 વર્લ્ડકપ પછી ન્યૂઝીલેન્ડ જશે ટીમ ઇન્ડિયા, કાર્યક્રમ થયો જાહેર

Karnavati 24 News

શરીરનો દુઃખાવો, ઉલટી થવી, પગમાં સોજા આવવા જેવી થઈ હતી તકલીફ

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin