Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IND vs SA: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ જસપ્રીત બુમરાહની બોલિંગના પ્રેમમાં છે, જસ્સીની સફળતાનું રહસ્ય છતી કરે છે!

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ટીમ ઈન્ડિયાના બોલિંગ આક્રમણનુ હથિયાર રહ્યો છે. તે વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે.
ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) છેલ્લા કેટલાંક સમયમા દેશ અને વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં જે સફળતા મેળવી છે તેમાં ટીમના ફાસ્ટ બોલરોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરતો જોવા મળે છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં છ વિકેટ ઝડપી છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એરિક સિમોન્સે (Eric Simmons) બુમરાહના વખાણ કર્યા છે અને તેને સૌથી ધારદાર અને શાર્પ બોલર ગણાવ્યો છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એરિક સિમોન્સે પણ IPLમાં બોલિંગ કોચની ભૂમિકા ભજવી છે અને તેથી જ તે ભારતીય બોલિંગને સારી રીતે સમજે છે. એરિક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે કોચિંગ સ્ટાફનો હિસ્સો રહ્યો છે. આ હિસાબે જસપ્રીત બુમરાહ સહિત તમામ ભારતીય બોલરોની વિચારવાની રીત એકદમ સ્પષ્ટ છે. તે જાણે છે કે તેને શું જોઈએ છે અને તેથી જ તેને સતત આટલી સફળતા મળી રહી છે.

સિમોન્સે કર્યા બુમરાહના વખાણ
સિમોન્સે બુમરાહના વખાણ કરતા કહ્યું, ‘બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. જ્યારે હું IPLમાં તેની સામે રમું છું ત્યારે હું તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું, મને નથી લાગતું કે લોકોને એ પણ ખ્યાલ હશે કે બુમરાહમાં કેટલી પરિપક્વતા છે અથવા અન્ય ભારતીય બોલરો કેટલા પરિપક્વ છે. ભારતીય બોલરો તેમની રમતને સારી રીતે સમજે છે.

તેઓએ કહ્યુ, IPLમાં તમે દુનિયાભરના બોલરો સાથે કામ કરો છો અને પછી તમને ખબર પડશે કે ભારતીય બોલરો પાસે સ્પષ્ટ પ્લાન છે. કેટલીકવાર આ યોજના ખોટી પણ સાબિત થઈ શકે છે પરંતુ ઓછામાં ઓછું તમે મૂંઝવણમાં નથી. તમારે જે કરવાનું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે.

શામીને પણ વખાણ્યો
તેમણે આગળ કહ્યું, ‘તે રમતની મહત્વપૂર્ણ ભૂમિકાઓમાંની એક છે. બોલરોના જૂથનું નેતૃત્વ કરવા માટે, તમારે પહેલા બોલરોનું નેતૃત્વ કરવાની જરૂર છે. મોહમ્મદ શામી (Mohammed Shami) નું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બેટ્સમેનો તેની લાઇન અને લેન્થથી ખૂબ નારાજ છે. શામીએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

संबंधित पोस्ट

फीफा फुटबॉल विश्व कप का इतिहास, चलो पता करते हैं।

Admin

IND vs SA, 1st ODI: શું પ્રથમ ODIમાં વરસાદનું જોખમ છે? જાણો પાર્લમાં કેવું રહેશે હવામાન

Karnavati 24 News

એન્જેલો મેથ્યુસ અને તુબા હસને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો, મે મહિનામાં મચાવ્યો હતો હંગામો

Karnavati 24 News

“BCCIમાં દરેકે કોહલીને T20 કેપ્ટન તરીકે રહેવા કહ્યું છે.”

Karnavati 24 News

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

AUS vs SL: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં બનાવેલો T20 રેકોર્ડ તૂટ્યો, શ્રીલંકન બેટ્સમેને વિક્રમ પોતાને નામે કર્યો

Karnavati 24 News
Translate »