Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

કોંગ્રેસને રામે રામ કહી આજે 11.45 કલાકે કોંગ્રેસના મોટા નેતા 200 કાર્યકરો સાથે બીજેપીમાં જોડાશે

2022 ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની અંદર પક્ષમાંથી જોડાવાની હોડ જામી છે. લોકોમાં ચર્ચા છે કે આ એક ભરતી મેળા જેવું છે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બીજેપી માં જોડાઈ રહ્યા છે તે બાદ આ ચર્ચાઓ શરૂ થઈ છે.

ત્યારે આજે ફરી એક નવા મોટા આ ભરતી મેળામાં નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. જેઓ કોંગ્રેસમાં રહી અત્યાર સુધી બીજેપી પર આકરા પ્રહારો કરતા હતા હવે કોંગ્રેસ પર કરશે.

જેમને તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભારે હૈયા વરાળ કાઢી પોતાનું રાજીનામું આપ્યું છે ત્યારે તેઓ આજે કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં 11. 45 કલાકે 200 જેટલા કાર્યકર્તાઓ સાથે બીજેપી ની અંદર જોડાશે.

છેલ્લા એક વીકમાં જ મોટી સંખ્યામાં વિપક્ષમાંથી નેતાઓ જોડાઈ ચૂક્યા છે. પરંતુ જયરાજસિંહ પરમાર સૌથી વધુ ખાસ એટલા માટે છે કે તેઓ કોંગ્રેસ તરફથી ભાજપ પર આકરા પ્રહારો કરતા હતા અને તેમની વાર્તા ઉપર લોકો ચર્ચાઓ પણ કરતા હતા.

સોશીયલ મીડીયા સુધી દીવસ રાત જોયા સિવાય ઝઝુમતો રહ્યો છુ. પક્ષ સાચો હોય કે ખોટો એનો બચાવ કરવામાં પાછુ વાળીને જોયુ નથી. વિરોધીઓના ઘાવ સામી છાતીએ અને પોતાનાં લોકોના ઘાવ પીઠ પર ઝીલતો રહ્યો પણ હરફ સુધ્ધા

ઉચ્ચાર્યો નથી. જીંદગીના મહામુલા 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધા. યુવાવસ્થાની મસ્તી, પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે વીતાવવાનો સમય તથા વ્યવસાયિક ઉદેશ બધા કરતાં કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનુ મુનાસીબ માન્યુ.

પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહી પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. તેમ કહી કોંગ્રેસમાં મોટા નેતાઓ કોઈને આગળ નથી જવા ડેટા તેવા પ્રહારો ફેસબુક પર આપેલા રાજીનામાં બાદ કર્યા હતા.

संबंधित पोस्ट

इतने रेटिंग के साथ टॉप पर PM मोदी, बाइडेन, जॉनसन को पीछे छोड़ा

Karnavati 24 News

उद्धव ठाकरे बनाम एकनाथ शिंदे: सुप्रीम कोर्ट आज 2022 के महाराष्ट्र राजनीतिक संकट पर फैसला सुनाएगा

Karnavati 24 News

ભાજપની મિશન 2024ની તૈયારી- પાટીલના જિલ્લા પ્રવાસના થશે આયોજનો, આ છે રણનિતી

Admin

देहरादून: पूर्व केंद्रीय मंत्री रविशंकर प्रसाद आम बजट की खुबिया बताने उत्तराखंड आएँगे

Admin

વાપી પાલિકામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Admin

SC कॉलेजियम द्वारा दोहराए गए 10 प्रस्तावों को केंद्र ने लौटाया: किरेन रिजिजू

Admin
Translate »