Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

વાપી પાલિકામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર શૈલેષ પટેલ અને પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા તારીખ 18/10/2022 ની મળેલ સામાન્ય સભા અને તારીખ 23/01/2023 ના રોજ મળેલ કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2022-23ના 9 માસિક હિસાબને પણ બહાલી અપાઈ હતી. જ્યારે વાપી પાલિકાનું વર્ષ 2022-23 નું 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકાના શાકભાજી માર્કેટમાં ફાળવવામાં આવેલ દુકાન તથા સ્ટોલ ની રકમ નહિ ભરનાર પાસેથી દુકાનનો કબજો લઈ ફરીથી હરાજી કરાશે તેમ જ ફીશ માર્કેટ માં પણ જુના વેપારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલિકાના મિલકત ધારકો તેમનો બાકી વેરો તારીખ 31/03/2023 સુધી માં ભરપાઈ કરશે તો ઓનલાઇન તો 15% અને ઓફલાઈન 10% રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. જેવો વર્ષોથી મિલકત વેરો ભરતા નથી તેવા મિલકત વેરાના ભાગીદારોને પણ રાહત આપવામાં આવી છે. જેમાં જુના માંગણાં બિલ ની માત્ર રકમ ભરવાની રહેશે જ્યારે વ્યાજ તથા દંડની રકમ અને નોટિસ નો ચાર્જ પણ નહીં લેવામાં આવે. 43 જેટલી નવી જગ્યા ભરવા માટે ની મંજૂરી સરકાર પાસેથી માંગણી કરવામાં આવી છે. હાલમાં હંગામી ધોરણે નોકરી કરતા કામદારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. વાપીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગટર માં ટોયલેટના પાણીનું જોડાણ આપવાની વ્યવસ્થા કરાવવામાં આવશે. આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ કે શાસક પક્ષના નેતાઓને વાપીની સમસ્યા અંગે કોઈ ફરિયાદ નહીં હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. વાપીમાં ટ્રાફિકની સમસ્યા સાથે રખડતા ઢોરોને લીધે પડતી નગરજનોને મુશ્કેલી અંગેના એક પણ પ્રશ્ન શાસક પક્ષ કે વિરોધ પક્ષના નેતાએ નહી ઉપાડતા સામાન્ય સભામાં પાલિકાના 44 પૈકી 38 જેટલા સભ્યો સાથે સંપન્ન થઈ હતી. પાલિકાની સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ દ્વારા વાપી નગરને સિંગાપુર જેવું શહેર નહીં પરંતુ દુબઇ સીટી જેવું બનાવવાનું આયોજન છે. જે માટે પાલિકાના અધિકારીઓ દુબઇ નિરીક્ષણમાં ગયા હોવાની જાહેરાત કરતા ઉપસ્થિત શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યોમાં ખુશી અને હાસ્યનું મોજુ રેલાયું હતું. સાથે સરકારની કેટલીક વિવિધ યોજનાઓનો લાભ નગરજનોને મળી રહે તે અંગેની સ્કીમો રજૂ કરવામાં આવી હતી. સામાન્ય સભામાં પાલિકાના ઉપપ્રમુખ અભય શાહ કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, પાલિકાના ટાઉન પ્લાનર કલ્પેશભાઈ શાહ, હાઇડ્રોલીક ઇજનેર સંજય ઝાં અને આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર ચેતનસિંહ પરમાર સહિત વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

संबित पात्रा का बड़ा बयान कहा राहुल गांधी को मांगने पड़ेगी माफी

Karnavati 24 News

बहुजन समाज पार्टी की ओर से मोगा Dc दफ्तर के बाहर पंजाब सरकार के खिलाफ किया रोष प्रदर्शन

Karnavati 24 News

मेघालय: पीएम मोदी की चुनावी रैली को नहीं मिली मंजूरी, बीजेपी ने लगाया राज्य सरकार पर आरोप

Admin

अग्निपथ योजना पर आप नेता मनीष सिसोदिया की मोदी सरकार को नसीहत, सभी विधायक और सांसद के बच्चों के लिए अनिवार्य

Karnavati 24 News

बिहार: 4 माह में तीसरी बार बिहार आएगें अमित शाह, पटना में बडा़ कार्यक्रम, लोकसभा चुनाव का फूंकेंगे बिगुल!

Admin

सुखबीर बादल ने केंद्र सरकार से बंदी सिंघो की रिहाई की मांग की

Karnavati 24 News