Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ 49 જેટલા દોષિતોને સજા હેતુથી ચુકાદો સંભળાવતા કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા સંભડાવી છે.
કોર્ટની કાર્યવાહી આ પ્રકારના ગુનામાં સરાહનીય છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે.

પરંતુ આ ચુકાદા સામે જમિયત ઉલેમા હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ આ ચુકાદાને લઇને કહ્યું હતું કે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું અમે આ સજા સામે હાઇકોર્ટમાં જઈશું અને કાયદાકીય લડતને આગળ પણ જાળવી રાખીશું તેઓ હુંકાર તેમને કર્યો છે.

અમને વિશ્વાસ છે કે હાઇકોર્ટમાંથી અમને યોગ્ય ન્યાય મળશે અગાઉ પણ નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કેસ સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જેથી અમે આ ચુકાદાને પણ પડકારીશું. તેવું તેમને જણાવ્યું હતું.

આ ચુકાદાને સુનાવણીના 30 દિવસમાં હાઇકોર્ટમાં પડકારી શકે છે અને જો આર્થિક મુશ્કેલીને કારણે આરોપીઓ ચુકાદાને હાઈકોર્ટમાં ના પડકારે તો તેમને લીગલ એડ દ્વારા વકીલ પુરા પાડવામાં આવે છે. ઉપરાંત આરોપીઓ જાતે સજા અંગે રજૂઆત કરી શકે છે. સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો હાઈ કોર્ટમાં ચુકાદાને પડકારતા સજા પામેલ આરોપીઓને સાંભળવામાં આવે છે. હાઇકોર્ટે એમાં રૂલ જાહેર કરી શકે છે અને તેની સુનાવણી ત્યાર બાદ હાથ ધરે છે.

संबंधित पोस्ट

લીલી પરિક્રમામાં જોખમી રસ્તાઓનું ફરી યોગ્ય રીતે રીપેરીંગ કરવા સૂચના

Admin

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News