Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

AUS vs SL: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં બનાવેલો T20 રેકોર્ડ તૂટ્યો, શ્રીલંકન બેટ્સમેને વિક્રમ પોતાને નામે કર્યો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ આ T20 રેકોર્ડ વર્ષ 2016 માં બનાવ્યો હતો, જે હવે 23 વર્ષના બેટ્સમેને કમાલ કરી પોતાના નામે કરી લીધો છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) આ દિવસોમાં કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વિરુદ્ધ T20 મેચ રમી રહ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ તૂટ્યો છે. ટીમ ઇન્ડિયાના પહેલા વન ડે સિરીઝ બાદ હવે ટી20 સિરીઝમાં પણ પોતાની કેપ્ટનશીપ દ્વારા જીત અપાવી છે. આમ રોહિત શર્મા ની ચારે તરફ વાહ વાહી થઇ રહી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે તેણે ઓપનરના રુપમાં બનાવેલો વિક્રમ શ્રીલંક બેટ્સમેન પાથમ નિસાંકા (Pathum Nissanka) એ તોડી દીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ T20 રેકોર્ડ વર્ષ 2016 માં બનાવ્યો હતો, જે હવે 23 વર્ષના બેટ્સમેને પોતાના નામે કરી લીધો છે.

રોહિત શર્મા એ ટીમ ઇન્ડીયા વતી રમતા ઓસ્ટ્રેલિયા સામે 143 રનની ઇનીંગ રમી હતી. યજમાન ઓસ્ટ્રેલિયા સામે ઓપનર રુપમાં રમતા દ્વીપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી નોંધાયો હતો. તેણે ઓપનીંગ બેટ્સમેન તરીકે આ ઇનીંગ રમી હતી. જોકે હવે તે રેકોર્ડ હિટમેનના નામે રહ્યો નથી. ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકાના 23 વર્ષીય ઓપનર પાથમ નિસાંકાએ વર્તમાન શ્રેણીમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 ટી20 શ્રેણીની ચોથી મેચમાં આ કારનામું કર્યું હતું.

નિશંકા બાદ હિટમેન અને તે પછીના ક્રમે શિખ ધવન ત્રીજા ક્રમે છે. 2018માં શિખર ધવન 117 રન ફટકાર્યા હતા. તેમજ ચોથા ક્રમે રહેલા બાબર આઝમે 115 રન નોંધાવ્યા હતા. જે તેણે 2019માં નોંધાવ્યા હતા.

આવી રહી હતી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ની ટી20 મેચ
મેલબોર્નમાં રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાનો 6 વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 139 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 11 બોલ પહેલા મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ હતો જેણે 39 બોલમાં અણનમ 48 રન બનાવ્યા હતા. મેક્સવેલે તેની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 123 હતો. 39 બોલ રમ્યા પછી પણ મેક્સવેલનો સ્ટ્રાઈક રેટ આટલો ઓછો રહ્યો, તે ખરેખર આશ્ચર્યજનક છે.

બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસને સારું પ્રદર્શન કર્યું હતું. આ બોલરે માત્ર 20 રનમાં 2 વિકેટ લીધી હતી. કેન રિચર્ડસને 44 રનમાં 2 વિકેટ, એશ્ટન એગરે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ લીધી હતી. ઝમ્પાને પણ એક વિકેટ મળી હતી.

संबंधित पोस्ट

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

इतिहास के सबसे महंगे खिलाड़ी बने रोनाल्डो; सऊदी अरब की डील आपके होश उड़ा देगी

Admin

Shane Watson: શેન વોટસને ક્રિકેટમાં 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી, વિરાટ નંબર વન

Karnavati 24 News

IND vs SA: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ જસપ્રીત બુમરાહની બોલિંગના પ્રેમમાં છે, જસ્સીની સફળતાનું રહસ્ય છતી કરે છે!

Karnavati 24 News

સુરત આવી પહોંચેલી ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલેનું ઉષ્માપૂર્ણ સ્વાગત

Karnavati 24 News

શરીરનો દુઃખાવો, ઉલટી થવી, પગમાં સોજા આવવા જેવી થઈ હતી તકલીફ

Admin