Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

શંખેશ્વર માં એક મહિલા ને તેનાં પતિએ મારમારી દિવાલ સાથે માથુ ભટકાવી ઇજાઓ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરીયાદ મહિલા ને શંખેશ્વર પોલીસ ખાતે નોધાવી હતી. મળતી માહિતી મુજબ શંખેશ્વર પિયર ધરાવતા વર્ષાબેન દવેનાં પ્રથમ લગ્ન 2005 માં રાજકોટ ખાતે રમેશચંદ્ર સાથે થતાં તેમણે હાલમાં પ્રથમ લગ્નની 15 વર્ષનો પુત્ર છે. જે હાલમાં કડીમાં અભ્યાસ કરે છે. વર્ષાબેનનાં પ્રથમ પતિની માનસિક હાલત ખરાબ થઇ જતાં તેમણે છુટાછેડા લીધા હતા.

બાદમાં દોઢેક વર્ષ પૂર્વે તેમનાં બીજાલગ્ન સુરેન્દ્રનગરનાં પાટડી ખાતે રહેતા નિકુલભાઇ સાથે થયા હતા વર્ષાબેન તેમનાં દિકરાને સાથે લાવ્યા હતા ને તેને ભણાવવાની જવાબદારી બીજા પતિએ સ્વિકારી હતી.વર્ષાબેન તેનાં પતિ સાથે પાટડીમાં રહેતા હતા ત્યારે તેમનાં પતિ તેમની સાથે અવાર નવાર ઝઘડો તથા તકરાર કરતા હતા.

તા. 28 મીનાં રોજ પતિએ વર્ષાબેનને ધોકાથી મારતાં ઇજા થતાં તથા ધકકો મારીને દિવાલ સાથે માથુ અથડાવતાં તેમણે ભાઇને ફોન કરતાં તે આવીને વર્ષાબેનને લઇ ગયો હતો. આ બનાવ અંગે તેમણે ફરીયાદ નોધાવી હતી.

संबंधित पोस्ट

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

સુરતની કોર્ટે ફેનિલને ફટકારી મોતની સજા, કહ્યું- કોર્ટ જુએ છે યુવાનો પરની વેબસિરીઝ

ધ્રાંગધ્રા ખાતે મામલો થાળે પાડવા આવેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો થતાં સિટી પીઆઇ, 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા

ભિલોડા : કુખ્યાત બુટલેગર સુકા ડુંડની ગેંગ પર GUJCTOC હેઠળ કાબુ મેળવ્યો, ધીરે ધીરે નવા બુટલેગરોનું સામ્રાજ્ય ઉભું થતા લોકોમાં ભય

Karnavati 24 News

જેસર તાલુકા ઝડકલા ગામની વાડી વિસ્તારમાં હારજીતની જુગારની બાજી માંડી બેસેલા મહુવા, જેસર અને તળાજાના ચાર શખ્સને જેસર પોલીસે

Admin
Translate »