Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદમાં પીએમના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ, કટ આઉટ અને પોસ્ટરો લાગ્યા

પીએમ મોદી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના વિવિધ લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે, ત્યાર બાદ વડાપ્રધાન જાહેર સભાને સંબોધશે. જેના પગલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા બેનર પોસ્ટરો અને ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન સંભવિત રીતે રોડ શોના પગલે રૂટ પર શાહીબાગ ડફનાળાથી લઈ ઘેવર કોમ્પ્લેક્સ અને સિવિલ હોસ્પિટલ સુધી રેલિંગ લગાવવામાં આવી છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. ઢોલ નગારા સાથે રૂટ પર ઘેવર કોમ્પ્લેક્સ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. અસારવાના સ્થાનિક ધારાસભ્ય પ્રદિપ પરમાર, શાહીબાગના કાઉન્સિલર ભરત પટેલ, શહેર સંગઠનના પદાધિકારીઓએ વડાપ્રધાનના રૂટ પર સ્વાગતની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબર મંગળવારના રોજ અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એક નવી સફરનો પ્રારંભ કરશે. અહીં સંપૂર્ણ પેપરલેસ પ્રક્રિયા અપનાવી દરેક દર્દીઓની હિસ્ટ્રીની ઓળખ વિશિષ્ટ કોડથી કરાશે.

આ 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે, જે મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર 11 માળની બિલ્ડિંગ (2 બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફ્લોર)માં દર્દીઓને સગવડતાયુક્ત અને આરામદાયક સેવાઓ પ્રદાન કરવાના હેતુથી ડિઝાઇન કરાયું છે.

જાણો અમદાવાદમાં શું છે આજનું આયોજન?

સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
કેમ્પસમાં રૂ.712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનુ લોકાર્પણ
રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ
હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે
UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે
રૂ.71 કરોડના ખર્ચે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવામાં આવી 
10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું
બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી, મ્યુઝિયમ બનાવાયું

કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

રૂ.408 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર કરાઇ
મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની બિલ્ડિંગનું લોકાર્પણ
GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
₹.408 કરોડના ખર્ચે 850 બેડની સુવિધાની હોસ્પિટલ બનાવાઇ
22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU તૈયાર કરાયા
આધુનિક લેબોરેટરી બનાવવામાં આવી
એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે
રૂ.140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ
જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે
બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4 થી વધીને 11 થઇ જશે
લાઇબ્રેરી, 317 સિટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમનું લોકાર્પણ

संबंधित पोस्ट

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

 નડિયાદની 31 હાઈરાઈઝ બિલ્ડીંગો સામે રીજનલ ફાયર કમિશ્નરની લાલ આંખ ફાયર સેફ્ટીની અસુવિધાને પગલે નડીઆદ પાલિકાને પગલાં લેવા આદેશ

Karnavati 24 News

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News