Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશસ્થાનિક સમાચાર

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

દીવના નવા જિલ્લા કલેક્ટર ફવમ બ્રહમાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યારે સલોની રાયનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો.દીવના પૂર્વ કલેક્ટર સલોની રાયે દરેક અધિકારીઓ અને કર્મીઓનો પુરે પુરો સાથ આપવા બદલ આભાર માન્યો હતો અને નવા કલેક્ટર ફવમ બ્રહમાનીની નિયુક્તી થતા તેમનું વેલકમ કરવામાં આવ્યું હતું.દીવ કલેક્ટર તરીકે સલોની રાયે ખૂબ જ ઇમાનદારી અને શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું.સલોની રાયે અઢી વર્ષ દરમિયાન દીવ જીલ્લાની જનતામાં ખુબ જ લોકચાહના મેળવી હતી અને તેમની બદલી થતા કાર્યક્રમમાં ગમગીની છવાઇ ગઇ હતી.સલોની રાયનો લોકો પ્રત્યે અનોખો નાતો રહ્યો હતો અને નાનામાં નાના માણસને પણ તે સરળતાથી મળતા હતા અને તેમની રજૂઆતો સાંભળતા હતા. લોકોને ધ્યાનમાં લઇને જ તે કામ કરતા હતા અને સરળ અને શાંત સ્વભાવના હતા.દીવ વાસીઓ નવા કલેક્ટર પાસેથી પણ સલોની રાય જેવી જ કામગીરી કરવાની લાગણી રાખી રહ્યા છે. સલોની રાયની દમણમાં બદલી કરવામાં આવી છે. સલોની રાયનેદીવ વાસીઓ હંમેશા તેમના દ્વારા કોરોના કાળ તેમજ તાઉતે વાવાઝોડામાં કરવામાં આવેલા કામને લઇને યાદ રહેશે.

संबंधित पोस्ट

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

Karnavati 24 News

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

Karnavati 24 News