Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

સોમવારે રાહુલ ગાંધી પહોંચશે અમદાવાદ, ઉમેદવારોના પ્રથમ લિસ્ટ પર પસંદગી ઉતારશે

રાહુલ ગાંધીનો બે મહિના બાદ ફરી એકવાર ફૂરસદ બાદ ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યો છે. રાહુલ ગાંધી સોમવારે અમદાવાદમાં આવશે જ્યાં અમદાવાદ ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે મનોમંથન કરી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોની પસંદગીના પ્રથમ લિસ્ટ પર પસંદગી ઉતારવા ચર્ચા વિચારણા કરશે.

વિધાનસભા ચૂંટણીને આડે માંડ 3 મહિના જેટલો સમયગાળો બચ્યો છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ચૂંટણીનું રણશીંગુ ફુંકશે. ત્યારે અમદાવાદમાં મળતી વિગતો અનુસાર તેમનો રીવરફ્રન્ટ ખાતે કાર્યક્ર રહેશે જ્યાં તેઓ હજાર બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાના હેતુસર પ્રભારી, વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે પણ બેઠક યોજશે.

રાહુલ ગાંધીનો ઘણા દિવસો બાદ આ પ્રવાસ યોજાઈ રહ્યો છે ત્યારે રાજકીય પરીસ્થિતિની સમીક્ષા તેઓ આ મુલાકાત દરમિયાન કરશે. આ ઉપરાંત 15મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ પણ નક્કી કરાયો છે ત્યારે અગાઉ એવી માહિતી હતી કે, પ્રથમ લીસ્ટ 58 ઉમેદવારોનું જાહેર કરાય પરંતુ મળતી વિગતો અનુસાર 35થી 40 આસપાસ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને બીજેપી દ્વારા સંગઠનને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં રાહુલ ગાંધી કામ કરશે.

संबंधित पोस्ट

એકવાર તમે કમિટમેન્ટ કરી લો, પછી તમે તમારી વાત ન સાંભળો, સ્ટેશનમાં CM શિંદે બોલ્યા સલમાનનો ડાયલોગ

Karnavati 24 News

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

હિસારમાં ભાજપનું જૂથ એકઠું થયું: GJU માં CMની હાજરીમાં નાગરિક ચૂંટણીઓ પર મંથન; અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી

Karnavati 24 News

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News