Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ થઇ રહ્યું છે અને જુદી જુદી બે કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા ૧૧ મહિનાનો પ્રોવિડન્ડ ફંડ જમા કરાવવામાં આવ્્યો નથી તથા અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન થયું છે તેમ જણાવી કોંગ્રેસ દ્વારા તેની ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. 
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્યવિભાગમાં આઉટ સોર્સિંગ એજન્સી એમ. જે. સોલંકી દ્વારા અંદાજે ૩પ જેટલા આઉસ સોર્સિંગ કર્મચારીઓ તરીકે અમારી નિમણુંક થયેલ. તા.૭-૮-ર૧ થી તા.૩૧-૩-ર૦રર સુધી એમ. જે. સોલંકી દ્વારા ૮ મહિના સુધીનું પી. એફ. હજુ સુધી આ ૩પ કર્મચારીઓના ખાતામાં જમા થયેલ નથી. એમ. જે. સોલંકી આઉટ સોર્સિંગ કંપની દ્વારા કર્મચારીઓને પગાર પી.એફ. સહિતના અન્ય ઇનીસીએટીવમાં મોટા પાયે ગેરરીતિ આચરેલ હોય તેઓનો કોન્ટ્રાકટ રદ કરેલ અને ત્ાયરબાદ અન્ય આઉટ સોર્સિંગ એજન્સી ઇથોસ કંપનીને કોન્ટ્રાકટ અપાયેલ જેમણે પણ આ જ ૩પ જેટલા આઉટ સોર્સિંગ કર્મચારીઓને તા.૧-૪-રરથી તા.૩૦-૬-રર સુધી ત્રણ મહિનાનો પી.એફ. હજુ સુધી આ કર્મચારીઓના ખાતામાં જમાં નહીં કરાવીને કર્મચારીઓ સાથે આર્થિક અન્યાય કરવાની સાથે સાથે પી.એફ. ના કાયદાઓ અને જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને મોટાપાયે ગેરરીતિ આચરેલ હોવાનું ઘ્યાન પર આવેલ હોય આ બાબતે યોગ્ય તપાસ કરીને આ બન્ને આઉટ સોર્સિંગ કંપનીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરીને તેમની વિરૂદ્ધ કાયદેસરના પગલા ભરવા અને આ કર્મચારીઓના ખાતામાં પી.એફ.ની બાકી રહેલી રકમ જમા કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા અને જયાં સુધી આ કર્મચારીઓના બાકી નીકળતા પી.એફ.ના નાણા કર્મચારીઓના ખાતામાં જમા ન થાય ત્યાં સુધી આ બંને આઉટ સોર્સિંગ એજન્સીઓની જિલ્લા પંચાયતમાં જમા રહેલી ડિપોઝીટની રકમ છુટી ન કરવા અમારી માંગણી અને રજૂઆત છે. 
ઉપરાંત હાલમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગ એજન્સી તરીકે એસ.આર. એન્ટરપ્રાઇઝ એજન્સીને કોન્ટ્રાકટ મળેલ છે. આ કંપની પણ હાલમાં આઉટ સોર્સિંગના કર્મચારીઓને નિયત સમય કરતા ખૂબ મોડો પગાર કરીને આઉટ સોર્સિંગ કર્મચારીઓને અન્યાય કરી રહી હોય તે અંગે પણ યોગ્ય તપાસ કરીને કર્મચારીઓના પગાર આ એસ.આર. એન્ટરપ્રાઇઝ એજન્સી સમયસર પગાર કરે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગણી છે. 
આઉટ સોર્સિંગના કર્મચારીઓને અગાઉની બન્ને એજન્સીઓ એમ. જે. સોલંકી અને ઇથોસ કંપની અને હાલની એજન્સી એસ. આર. એન્ટરપ્રાઇઝ દ્વારા લીવ ઓન કેસ અને બોન માસના લાભો પણ આ કર્મચારીઓને આપવામાં નથી આવ્યા તે અંગે પણ તપાસ કરાવીને આ કર્મચારીઓના બાકી નીકળતા નાણા તેમને આ એજન્સીઓ મારફતે ચુકવવા માટેનો આદેશ કરવા અમારી માંગણી છે. એમ. જે. સોલંકી એજન્સીના કાર્યવાળ દરમિયાન પાંચ જેટલા કર્મચારીઓને ધનવંતરી રથમાં એક મહિના સુધી ફરજ બજાવી હોવા છતાં આજ દિન સુધી આ પાંચ કર્મચારીઓને એક મ!િનાનો પગાર ચુકવેલ નથી તેની યાદી આ સાથે સામેલ છે. તે કર્મચારીઓને પણ તેમનો બાકી નીકળતો પગાર મળી રહે તે માટે યોગ્ય આદેશ કરવા વિનંતી છે. એસ. આર. એન્ટરપ્રાઇઝ આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા હાલમાં સરકાર દ્વારા નિયત કરેલા મિનિમમ પે સ્કેલના નિયમોનો પણ ભંગ કરીને કર્મચારીઓને નિયત રકમ કરતા પણ ઓછો પગાર ચુકવવામાં આવી રહ્યો છે જે અંગે પણ યોગ્ય તપાસ કરાવીને આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા પુરો પગાર ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. 
એસ. આર. એન્ટરપ્રાઇઝ આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને પગાર સ્લીપ પણ આપવામાં નથી આવતી ત્યારે એજન્સી નિયમાનુસાર દરેક કર્મચારીને પગાર સ્લીપ આપવા માટે આદેશ કરવા માંગ છે. 
સાથે સાથે આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા ભરતી થયેલા કરાર આધારિત કર્મચારીઓ જો તેમના પ્રશ્નો કે રજૂઆતોને લઇ આરોગ્ય વિભાગના સી.ડી.એસ.ઓ. સમક્ષ રજૂઆત માટે જાય છે તો તેઓને માનવીય અભિગીમ નેવે મુકીને સરમુખત્યારશાહી ચાલતી હોય તેમ છુટા કરી દેવાની ધમકી આપીને આડકતરી રીતે અગાઉ સોર્સિંગ એજન્સીની વકાલત અને સીધી જ તરફેણ સી.ડી.એસ.ઓ. કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ત્યારે સી.ડી.એસ.ઓ.ના આ ઉધ્ધતાઇ ભર્યા વર્તન અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા અને કર્મચારીઓને છુટા કરી દેવાની ધમકીઓ ન મળે તે માટે યોગ્ય આદેશ કરવા રામદેવભાઇ મોઢવાડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 

संबंधित पोस्ट

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

Karnavati 24 News

ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

Karnavati 24 News